android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Maithili Thakur: માત્ર મંત્રી પદથી સંતુષ્ટ નથી..યુવા ધારાસભ્ય મૈથિલી ઠાકુરે કહી મનની વાત, જાણો શું છે ફ્યુચર પ્લાન?

calendar_todaySeptember 18, 2026

Maithili Thakur: માત્ર મંત્રી પદથી સંતુષ્ટ નથી..યુવા ધારાસભ્ય મૈથિલી ઠાકુરે કહી મનની વાત, જાણો શું છે ફ્યુચર પ્લાન?

બિહારના ભાજપના ધારાસભ્ય અને યુવા લોક ગાયિકા મૈથિલી ઠાકુર ફરી એકવાર ચર્ચામાં છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું હતું કે બિહારમાં પાર્ટીના યુવા ચહેરા તરીકે જોવામાં આવવા વિશે અને ભવિષ્યમાં તેઓ પોતાને ક્યાં જુએ છે તે વિશે તેમનું શું માનવું છે. આના જવાબમાં, ભાજપના ધારાસભ્યએ કહ્યું કે તેઓ માત્ર મંત્રી પદથી સંતુષ્ટ નહીં થાય. 

2025માં બિહારના યુવા ધારાસભ્ય 

2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયેલા સૌથી યુવા ધારાસભ્ય, લોક ગાયિકા મૈથિલી ઠાકુરે mla પદના શપથ લીધા હતા. ભાજપની ટિકિટ પર દરભંગાના અલી નગર મતવિસ્તારમાંથી પહેલી વાર ધારાસભ્ય બનેલા મૈથિલી ઠાકુરે શપથ લેતા પહેલા કહ્યું હતું કે તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવાનો છે. ત્યારે હવે લાગે છે કે મૈથિલી માત્ર મંત્રી પદથી સંતુષ્ટ નથી.

તેઓ ખૂબ જ મહત્વાકાંક્ષી છે. જોકે તેમણે ઉમેર્યું હતું કે તેમણે મૂળભૂત રીતે ધારાસભ્ય બનવાની પણ ઈચ્છા રાખી ન હતી, પરંતુ પાર્ટીના કહેવાથી ચૂંટણી લડી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે પાર્ટી તેમને જે પણ કામ સોંપશે તે તેઓ કરશે.

હું પાર્ટીએ આપેલુ કામ પૂર્ણ કરીશ- મૈથિલી 

મીડિયા સાથે વાતચીત દરમિયાન  જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ મંત્રી પદ ઈચ્છે છે, ત્યારે તેમણે જવાબ આપ્યો, "મેં ધારાસભ્ય બનવાની પણ ઈચ્છા રાખી ન હતી. પાર્ટી મને જે પણ કામ સોંપશે તે હું પૂરું કરીશ." વધુ વિગત આપતા મૈથિલીએ કહ્યું, "હું ખરેખર ખૂબ જ મહત્વાકાંક્ષી છું; હું માત્ર મંત્રી પદથી સંતુષ્ટ નહીં થાઉં." તેમણે આશા વ્યક્ત કરી કે તેમને સોંપવામાં આવેલું કોઈપણ કાર્ય તેઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશે.

મૈથિલી ઠાકુર સોશિયલ મીડિયા પર થતી ટીકા 


મૈથિલી ઠાકુરે ચૂંટણી લડતી વખતે સોશિયલ મીડિયા પર થયેલી ટીકાઓ વિશે પણ પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે ભારપૂર્વક કહ્યું કે ચૂંટણી લડવી ક્યારેય સરળ હોતી નથી, અને આજના યુગમાં સોશિયલ મીડિયાએ આ પ્રક્રિયાને વધુ પડકારજનક બનાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 'મખાના' (ફોક્સ નટ્સ) અંગેના એક વાયરલ વીડિયોને કારણે બિહાર અને મિથિલાના ભોજનનું અપમાન કરવાનો આરોપ તેમના પર લાગ્યો હતો, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.