android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Makar Sankranti 2026 : મકરસંક્રાંતિ માટે રેલ્વેની મોટી તૈયારી, 150 ખાસ ટ્રેનોની જાહેરાત

calendar_todayJanuary 8, 2026

Makar Sankranti 2026 : મકરસંક્રાંતિ માટે રેલ્વેની મોટી તૈયારી, 150 ખાસ ટ્રેનોની જાહેરાત

નવા વર્ષની શરૂઆત સાથે જ મકરસંક્રાંતિનો પાવન તહેવાર આવી રહ્યો છે. આ તહેવાર દરમિયાન લોકો મોટા પ્રમાણમાં પોતાના પરિવારને મળવા, ગામડે જવા અને તીર્થયાત્રા માટે પ્રવાસ કરે છે. આ વધતી મુસાફરીને ધ્યાનમાં રાખીને દક્ષિણ મધ્ય રેલ્વેએ વિશાળ સ્તરે તૈયારી કરી છે.

તહેવાર નિમિત્તે કુલ 150 ખાસ ટ્રેનો

દક્ષિણ મધ્ય રેલ્વેના મુખ્ય કાર્યકારી અધિકારી એ. શ્રીધરે માહિતી આપતાં જણાવ્યું હતું કે મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે કુલ 150 ખાસ ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટ્રેનો મુખ્યત્વે તેલુગુ રાજ્યોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવી છે, કારણ કે મકરસંક્રાંતિ ત્યાં વિશેષ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

તિરુપતિ અને શિરડી જેવા તિર્થસ્થળ માટે ખાસ ટ્રેન

તેમણે વધુમાં જણાવ્યું કે આ સિવાય તિરુપતિ અને શિરડી જેવા લોકપ્રિય તીર્થસ્થાનો માટે પણ ખાસ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવાન વેંકટેશ્વર અને સાઈ બાબાના દર્શન માટે જતા યાત્રિકોને સરળ અને આરામદાયક મુસાફરી મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સ્થાન માટે પણ ખાસ ટ્રેન

માત્ર દક્ષિણ ભારત જ નહીં, પરંતુ ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતના વિવિધ વિસ્તારોને જોડતી ટ્રેનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તહેવારોની સમગ્ર મોસમ દરમિયાન ભારતીય રેલ્વે કુલ 600થી વધુ ટ્રેનો ચલાવી રહી છે, જે મુસાફરો માટે મોટી રાહત સમાન છે. રેલ્વે અધિકારીઓએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે મકરસંક્રાંતિ દરમિયાન સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ થવાની સંભાવના છે. હાલમાં સ્ટેશન પર નવીનીકરણ અને વિકાસ કાર્ય ચાલી રહ્યું હોવાથી મુસાફરોને થોડી અસુવિધા થઈ શકે છે.


અન્ય સ્ટેશનો પર ચલાવવામાં

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રેલ્વેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સિકંદરાબાદથી ચાલતી કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનોને કાયમી રીતે ચારલાપલ્લી, કાચેગુડા અને લિંગમપલ્લી જેવા સ્ટેશનો પર ખસેડવામાં આવી છે. ઉપરાંત, કેટલીક ટ્રેનોને કામચલાઉ ધોરણે અન્ય સ્ટેશનો પરથી ચલાવવામાં આવશે, જેથી ભીડ નિયંત્રિત કરી શકાય. દક્ષિણ મધ્ય રેલ્વેનું આ આયોજન મકરસંક્રાંતિ દરમિયાન મુસાફરોને સુરક્ષિત, સુવિધાજનક અને સરળ પ્રવાસનો અનુભવ આપશે.

આ પણ વાંચો : Makar Sankranti 2026 : 100 વર્ષ પછી મકરસંક્રાતિએ શનિ અને શુક્રનો ખુબ જ શુભ યોગ, અચાનક લાભ કરાવે