android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Makar Sankranti 2026: DyCM હર્ષ સંઘવીનો અનોખો અંદાજ, પુત્રી માટે પતંગની કિન્યા બાંધી

calendar_todayJanuary 14, 2026

Makar Sankranti 2026: DyCM હર્ષ સંઘવીનો અનોખો અંદાજ, પુત્રી માટે પતંગની કિન્યા બાંધી

ગુજરાતના લોકપ્રિય ગૃહ રાજ્ય મંત્રી અને DyCM હર્ષ સંઘવીએ આજે ડાયમંડ સિટી સુરતમાં ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. મંત્રીએ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢી પરિવાર સાથે પતંગબાજીનો આનંદ માણ્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

પરિવાર સાથે માણી પતંગ ચગાવવાની મજા

હર્ષ સંઘવીએ સુરત સ્થિત પોતાના નિવાસસ્થાને પરિવારના સભ્યો સાથે પતંગ ચગાવ્યા હતા. આ ઉજવણીમાં ખાસ વાત એ રહી કે, તેમણે એક આદર્શ પિતા તરીકે પોતાની પુત્રી માટે જાતે પતંગની કિન્યા બાંધી આપી હતી. નેતાના આ સાદગીભર્યા અંદાજે લોકોના દિલ જીતી લીધા હતા. પતંગની ખેંચતાણ અને 'કાપ્યો છે' ના નારાઓ સાથે સંઘવી પરિવારમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભક્તિ અને ગૌસેવા સાથે દિવસની શરૂઆત

ઉત્તરાયણ માત્ર મનોરંજનનો નહીં પણ દાન-પુણ્યનો પણ ઉત્સવ છે. હર્ષ સંઘવીએ દિવસની શરૂઆત ધાર્મિક વિધિઓ સાથે કરી હતી. તેઓ સુરતના પીપલોદ સ્થિત ગોવર્ધન હવેલી ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા. અહીં તેમણે વિધિવત રીતે પૂજા-પાઠ કર્યા હતા અને ત્યારબાદ 'ગૌ માતા'ની પૂજા કરી તેમને ઘાસચારો ખવડાવ્યો હતો.

લોકોનો જનસૈલાબ ઉમટ્યો

પીપલોદ હવેલી ખાતે જ્યારે હર્ષ સંઘવી પહોંચ્યા ત્યારે તેમને મળવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો અને સમર્થકો ઉમટી પડ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ પણ સૌનું અભિવાદન ઝીલ્યું હતું અને સુરતીઓને ઉત્તરાયણની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે લોકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને સુરક્ષિત રીતે તહેવાર ઉજવવા નમ્ર અપીલ પણ કરી હતી.


આ પણ વાંચો - Makar Sankranti 2026 : ઉતરાયણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં પતંગ ઉડાવી, લોકોને સલામતીની કરી અપીલ