android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Malekpur: ખાનપુર તા.ના. બાકોર ખાતે સરકારી પુસ્તકાલય ખંડેર હાલતમાં ફેરવાયું

calendar_todayJanuary 11, 2026

Malekpur: ખાનપુર તા.ના. બાકોર ખાતે સરકારી પુસ્તકાલય ખંડેર હાલતમાં ફેરવાયું

ખાનપુર તાલુકામાં બાકોર ગામમાં પોસ્ટ ઓફ્સિ પાસે આવેલ સરકારી પુસ્તકાલયની હાલત ખંડેર જેવી થઇ ગઇ છે. વર્ષોથી જાળવણીના અભાવે પુસ્તકાલયની ઈમારત જર્જરિત બની ગઈ છે .

બાકોર ગામના જાગૃત નાગરિક કમલભાઈ ચૌધરી અને સ્થાનિક લોકોનું કહેવું છે કે જો આ પુસ્તકાલયને ફરીથી ચાલુ કરવામાં આવે તો ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તેમજ સામાન્ય જનતાને વાંચન માટે મહત્વપૂર્ણ સુવિધા મળી શકે તેમ છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આ પુસ્તકાલય ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે.

ગામજનો દ્વારા સંબંધિત વિભાગ અને સત્તાધીશોને વિનંતી કરવામાં આવી છે કે પુસ્તકાલયની તાત્કાલિક મરામત કરી તેને ફરી કાર્યરત કરવામાં આવે, જેથી બાકોર ગામના વિદ્યાર્થીઓ અનગ્રામજનો તેનો લાભ લઇ શકે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો