calendar_todayFebruary 4, 2026
Mamata Banerjee Supreme Court : SIR પર ટૂંક સમયમાં મહત્વપૂર્ણ સુનાવણી, મમતા બેનર્જી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા
પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે આજે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ સુનાવણી યોજાઈ રહી છે. આ કેસે માત્ર કાનૂની નહીં પરંતુ રાજકીય ગરમાવો પણ પેદા કર્યો છે. આ સુનાવણીમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે, જેના કારણે સમગ્ર ઘટનાક્રમ વધુ ચર્ચાસ્પદ બન્યો છે.
CJI પાસએ વ્યક્તિગત રીતે રહેશે હાજર
સૂત્રોના જણાવ્યા અનુસાર, મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) પાસે વ્યક્તિગત રીતે હાજર રહીને પોતાની દલીલો રજૂ કરવાની પરવાનગી માંગતી એક વચગાળાની અરજી દાખલ કરી છે. નોંધનીય છે કે મમતા બેનર્જી કાયદામાં સ્નાતક (LLB) છે, પરંતુ તેમણે કોઈ બાર કાઉન્સિલમાં નોંધણી કરાવી નથી, ન તો ઓલ ઈન્ડિયા બાર એક્ઝામ (AIBE) પાસ કરી છે. તેથી, કાનૂની રીતે તેઓ પ્રેક્ટિસ કરતા વકીલ નથી, છતાં તેઓ પોતાની વ્યક્તિગત દલીલો રજૂ કરવાની મંજૂરી માંગે છે.
Election Commission દ્વારા પશ્ચિમ બંગાળમાં
આ સમગ્ર મામલો ચૂંટણી પંચ (Election Commission) દ્વારા પશ્ચિમ બંગાળમાં હાથ ધરવામાં આવેલી SIR પ્રક્રિયા સાથે જોડાયેલો છે. TMCનો આરોપ છે કે આ પ્રક્રિયા મનસ્વી, ખામીયુક્ત અને રાજકીય હેતુથી પ્રેરિત છે. TMCનું માનવું છે કે SIRના કારણે લાખો સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર થવાની શક્યતા છે, જે લોકશાહીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
TMCના બે સાંસદોએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી
આ મુદ્દે મમતા બેનર્જી સાથે મળીને TMCના બે સાંસદોએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં SIR પ્રક્રિયાને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. સુનાવણી પહેલાં TMCએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર પણ શેર કર્યું હતું, જેમાં મમતા બેનર્જી ફાઇલો સાથે સુપ્રીમ કોર્ટ તરફ જતા દેખાય છે. આ પોસ્ટર દ્વારા પાર્ટીએ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ આ લડાઈને સંપૂર્ણ ગંભીરતાથી લઈ રહ્યા છે.
BJP પણ આ મુદ્દે આક્રમક વલણ
બીજી તરફ, ભાજપ (BJP) પણ આ મુદ્દે આક્રમક વલણ અપનાવી રહ્યું છે. ભાજપનો આરોપ છે કે TMC ગેરકાયદેસર ઘૂસણખોરોના કારણે મતબેંક ગુમાવવાનો ડર રાખે છે અને તેથી જ તેઓ મતદાર યાદીની શુદ્ધિકરણ પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ, સુનાવણીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ સંકુલ અને તેની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભગવાન દાસ રોડ સહિતના મુખ્ય માર્ગો પર વધારાના પોલીસ દળો, બેરીકેડ્સ અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
કેસની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ
આ કેસની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વિપુલ પંચોલીની બેન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. આ સુનાવણીનો ચુકાદો માત્ર પશ્ચિમ બંગાળ નહીં, પરંતુ દેશભરમાં ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદી સુધારણા પર લાંબા ગાળાની અસર કરી શકે છે.
આ પણ વાંચો : Cyber fraud : કંપનીના ડિરેક્ટર બનીને ₹10 લાખની ઠગાઈ, ગુરુગ્રામમાં બે નાઇજીરીયન ધરપકડ