calendar_todayMarch 19, 2026
Mandal: સુ.નગર જિલ્લામાં ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા પુર્ણ, અંતીમ પેપર 18,591 વિદ્યાર્થીઓએ આપ્યુ
સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે બોર્ડની પરીક્ષાનું અંતીમ પેપર હતુ. જેમાં ધો. 10ના છાત્રોએ સામાજીક વિજ્ઞાન અને ધો. 12 સામાન્ય પ્રવાહના છાત્રોએ ઈતીહાસ વિષયના પેપરો આપ્યા હતા. અંતીમ દિવસે નોંધાયેલા 18997 વિદ્યાર્થીઓમાંથી 406 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા 18591 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા. 26મી ફેબ્રુઆરીથી ધો. 10-12ની પરીક્ષા શરૂ થઈ હતી. જેમાં તા. 16ના રોજ જીવ વિજ્ઞાન વિષયના અંતીમ પેપર સાથે ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પુરી થઈ હતી. જયારે ધો. 10ના છાત્રોએ સામાજીક વિજ્ઞાન અને ધો. 12 સામાન્ય પ્રવાહના છાત્રોએ ઈતીહાસ વિષયના પેપરો બુધવારે આપતા બોર્ડની પરીક્ષા પુરી થઈ છે. જિલ્લામાં ચોટીલામાં મોબાઈલ સાથે ઝડપાયેલ છાત્રને બાદ કરતા પરીક્ષા એકંદરે શાંતીપુર્વક રહી છે. બુધવારે ધો. 10ના સામાજીક વિજ્ઞાનમાં નોંધાયેલા 17004 વિદ્યાર્થીઓમાંથી 358 ગેરહાજર રહેતા 16646 વિદ્યાર્થીઓએ પેપર આપ્યુ હતુ. જયારે ધો. 12 સામાન્ય પ્રવાહમાં અંતીમ પેપર ઈતીહાસ વિષયનું હતુ. જે 1945 વિદ્યાર્થીઓએ આપ્યુ હતુ. ઈતીહાસ વિષયમાં નોંધાયેલ 1993માંથી 48 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જિલ્લામાં બોર્ડની પરીક્ષા શરૂ થવાના બીજા દિવસથી જ પરીક્ષાના સીસીટીવી ફુટેજની ચકાસણીનો ધમધમાટ શરૂ થયો હતો. જે હજુ થોડા દિવસો ચાલશે. ત્યારે હાલ પરિક્ષા પુરી થતા જિલ્લાના 33 હજારથી વધુ છાત્રો, તેમના વાલીઓ, પરીક્ષામાં જોડાયેલ અધીકારીઓ તેમજ કર્મચારીઓએ પણ રાહત અનુભવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam