android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mandal : વનપરડીમાં 100 વર્ષથી વધુ જુની નાટય પરંપરા આજેય જીવંત

calendar_todayOctober 22, 2026

Mandal : વનપરડીમાં 100 વર્ષથી વધુ જુની નાટય પરંપરા આજેય જીવંત

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વનપરડી ગામમાં 100 વર્ષથી પણ વધુ સમયથી નવરાત્રી પર્વ દરમ્યાન બહુચર મંડળ દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવામાં આવી રહી છે. ગામમાં નવરાત્રી શરૂ થયેથી પ્રથમ જ નોરતાથી નોમ સુધી દરરોજ વિવિધ નાટકો ભજવવામાં આવે છે. પરંપરા ગામની લોકસંસ્કૃતિ અને ધાર્મીક આસ્થાનું પ્રતીક બની રહી છે. માતાજી સમક્ષ માનતા રાખનાર ભક્તોની મનોકામના પુર્ણ થતાં તેમના તરફથી જાતરનો ખેલ યોજવામાં આવે છે. જ્યારે દશેરાના પવિત્ર દિવસે બહુચર મંડળ દ્વારા પરંપરાગત રીતે જાતરનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે સૌ પ્રથમ ગણપતિજીનો ખેલ અને ત્યારબાદ મહાકાળી માતાજીનો ખેલ ભજવવામાં આવે છે. મંડળના મેનેજર તરીકે પટેલ આત્મારામભાઈ મગનભાઈ સેવા આપી રહ્યાં છે. ગામના તમામ જ્ઞાતિ-સમાજના ઉત્સાહી યુવાનો એકસાથે જોડાઈને નાટકનું મંચન કરે છે અને વર્ષો જુની પરંપરાને આગળ ધપાવે છે. આધુનિક યુગમાં પણ વનપરડી ગામના યુવાનો દ્વારા લોકનાટય અને ધાર્મિક સંસ્કૃતિનું જતન કરવામાં આવી રહ્યું છે. જે ગામની એકતા,શ્રદ્ધા અને સાંસ્કૃતિક વારસાની આગવી ઓળખ સમાન છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો