calendar_todayJanuary 8, 2026
Mandal: તાલુકામાં 700થી વધુ લોકોને મતદાર યાદીની ખરાઈ અંતર્ગત નોટિસ મોકલાઈ
રાજ્યમાં મતદારયાદી સુધારણા (સર)ની કામગીરી પુર્ણ થયાં બાદ હવે ચુંટણી પંચે ફોર્મ સ્વીકૃતિ અને ચકાસણી પછી વર્ષ 2002ની મતદારયાદી સાથે પોતાના કોઈ સંબંધીનું નામ નથી, ગણતરીના ફોર્મમાં નીચેના બંને કોષ્ટકો ખાલી છોડી દીધેલાં છે એવા કિસ્સાઓમાં મતદારની ખરાઈ કરવા અંતર્ગત માંડલ તાલુકામાં 700થી વધુ મતદાતાઓને અપીલની નોટીસ મોકલવામાં આવી છે અને હાલ તાલુકા પંચાયતમાં ટીડીઓ અને મામલતદાર કચેરીમાં મામલતદાર દ્વારા આ સર બાબતને લઈ અપીલોની સુનાવણી હાથ ધરાઈ છે. અગાઉ સરની કામગીરી વખતે દરેક મતદારોને પોતાનું ગણતરી ફોર્મ આપ્યું હતું જેમાં ઉપરના કોષ્ટકમાં પોતાની વિગત અને નીચેના કોષ્ટકમાં 2002ની મતદારયાદીમાં પોતાના માતા-પિતા કે અન્ય સંબંધીઓના નામની વિગત તેમનો ચુંટણીકાર્ડ અને મતવિભાગ સહિતની વિગતો ભરવાની હતી પરંતુ 2002ની મતદારયાદીમાં કોઈ સંબંધીના નામો નહોતાં અને કાંતો અન્ય કોઈ કારણોસર જે ઉમેદવારે નીચેના બંને કોષ્ટકો નથી જ ભર્યા એવા લોકોને હવે ચુંટણીપંચે બીલએઓ મારફતથી ઘરેઘરે નોટીસ મોકલી છે અને ખુટતી વિગતો સક્ષમ અધિકારીઓ સામે પુર્ણ કરી પોતાનું નામ મતદારયાદીમાં સુનિશ્ચિત કરી લેવું. માંડલ તાલુકામાં મળતી માહિતી અનુસાર 700થી વધુ લોકોને આ પ્રકારની અપીલ નોટીસ મોકલાઈ છે જેને લઈ છેલ્લાં ત્રણેક દિવસથી બંને સરકારી કચેરીઓમાં અપીલની સુનાવણીની કાગમીરી હાથ ધરવામાં આવી છે સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી આ કામગીરી થતી હોવાની સરકારી કચેરીઓમાં મતદારોની કતારો જોવા મળી રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો