calendar_todaySeptember 14, 2026
Mandavi: વડનગર ,સેવા સંકલ્પ યાત્રામાં શહીદોને શ્રદ્ધાંજલિ
અંધાત્રી (માંડવી) : વડાપ્રધાન મોદીના 25 વર્ષના સેવા કાર્યકાળ નિમિત્તે 'સેવા સંકલ્પ અભિયાન'ના ભાગરૂપે ઉનાઈ માતાજી મંદિરેથી પ્રસ્થાન કરાયેલી બાઈક યાત્રાનું માંડવી ખાતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા તેમજ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ દેશની રક્ષા કરતા વીર જવાનો અને તેમના પરિવારોનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું, તેમજ દેશ માટે શહાદત વહોરનાર ઉકાઈ ઉખલદા ગામના વીર સપૂત ઋતિક કુમાર અશોકભાઈ ચૌધરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વધુમાં તેમણે કહ્યું કે, 'આયુષ્માન ભારત' યોજના થકી સરકારે દેશ અને રાજ્યના લાખો ગરીબ તેમજ જરૂરિયાતમંદ પરિવારજનોની સ્વાસ્થ્ય સેવાઓ ઘર આંગણે પહોંચાડી છે. આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ પોતાના માસિક પગારમાંથી રૂ. એક લાખની રોકડ રકમ શહીદના માતા-પિતાને અર્પણ કરી હતી. આ સિવાય સમાજને કુપોષણ મુક્ત અને સશક્ત બનાવવા માટે હાજર સૌ નાગરિકોએ પ્રતિજ્ઞા લીધી હતી. માંડવી ખાતે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યમંત્રી જયરામભાઈ ગામીત, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, કુંવરજીભાઈ હળપતિ સહિતના મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી સેવા સંકલ્પ કળશમાં પવિત્ર તાપી મૈયાનું નીર અર્પણ કર્યું હતું. ત્યારબાદ બલેઠી જવા માટે બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો