android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Manipur New CM : મણિપુરના નવા મુખ્યપ્રધાન બનશે યુમનામ ખેમચંદ સિંહ

calendar_todayFebruary 3, 2026

Manipur New CM : મણિપુરના નવા મુખ્યપ્રધાન બનશે યુમનામ ખેમચંદ સિંહ

યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના નવા મુખ્યપ્રધાન બનશે. તેમને ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ખેમચંદ મેઈતેઈ સમુદાયથી આવે છે. સિંગજામેઈ વિધાનસભા સીટથી ધારાસભ્ય તરીકે ચુંટાયા છે. તે એન્જિનિયર છે. 62 વર્ષીય ખેમચંદ સિંહ બીરેન સરકારમાં નગર પ્રશાસન અને આવાસ વિભાગના મંત્રી હતા, તેમના રાજકીય પ્રભાવનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓ 2022માં મુખ્યમંત્રી પદના દાવેદાર હતા. ખેમચંદને સંઘની નજીકના માનવામાં આવે છે.

મણિપુરમાં લગભગ 1 વર્ષથી રાષ્ટ્રપતિ શાસન લાગુ

તમને જણાવી દઈએ કે આજે સાંજે 5.30 વાગ્યે મણિપુર ભાજપના ધારાસભ્યોની બેઠક ભાજપના હેડક્વાર્ટરમાં યોજાઈ, મણિપુરમાં લગભગ 1 વર્ષથી રાષ્ટ્રપતિ શાસન લાગુ છે અને ત્યાં મુખ્યપ્રધાન પદની જગ્યા ખાલી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભાજપના મહાસચિવોની ગૃહપ્રધાન અમિત શાહની સાથે ભાજપની એક્સટેન્શન ઓફિસમાં બેઠક થઈ, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, સંગઠન મહાસચિવ બીએલ સંતોષ અને રાષ્ટ્રીય મહાસચિવ સુનીલ બંસલ હાજર રહ્યા. 

ક્યારે યોજાશે શપથગ્રહણ સમારોહ?

ભાજપ હેડક્વાર્ટરમાં યોજાયેલી બેઠકમાં યુમનામ ખેમચંદ સિંહને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ અવસરે તરુણ ચુગ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ તેમનું મોઢું મીઠું કરાવ્યું અને શુભકામનાઓ આપી. ત્યારે જણાવવામાં આવી રહ્યું છે કે 4 ફેબ્રુઆરીએ નવી સરકારનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાઈ શકે છે.

13 ફેબ્રુઆરીએ બિરેન સિંહે રાજીનામું આપ્યું હતું

ઉલ્લેખનીય છે કે મે 2023માં મેઈતેઈ અને કુકી જાતીની વચ્ચે જાતીય હિંસા થઈ. જેમાં 260થી વધારે લોકોના મોત થયા છે અને હજારો લોકો બેઘર બન્યા છે. ગયા વર્ષે 13 ફેબ્રુઆરીએ બિરેન સિંહે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું, ત્યારબાદ કેન્દ્ર સરકારે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું હતું. 

આ પણ વાંચો : India US Trade Deal News: BRICSનું શું થશે? ભારત અમેરિકા વેપાર કરાર પછી ઉભા થાય 4 મોટા પ્રશ્નો