android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mansa : પરિવાર ફોન કરે ને વૃદ્ધ ફોન ન ઉપાડે, ફ્લેટનો દરવાજો ખોલતાં સામે આવ્યું લોહીથી લથપથ ભયાનક દ્રશ્ય

calendar_todaySeptember 2, 2026

Mansa : પરિવાર ફોન કરે ને વૃદ્ધ ફોન ન ઉપાડે, ફ્લેટનો દરવાજો ખોલતાં સામે આવ્યું લોહીથી લથપથ ભયાનક દ્રશ્ય

માણસા તાલુકાના અંબોડ ખાતે આવેલી પ્રિયંકા ગોલ્ડ રેસિડેન્સીમાં એક વૃદ્ધની હત્યાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. મૂળ રાજસ્થાનના અને હાલમાં પ્રિયંકા ગોલ્ડ રેસિડેન્સીમાં રહેતા 63 વર્ષીય બાબુભાઈ ડોડીયાની માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.

ગઈકાલે બપોરે ફ્લેટ પર આવ્યા હતા વૃદ્ધ

પ્રાથમિક માહિતી મુજબ નિવૃત્ત પાણી પુરવઠા વિભાગના પટાવાળા બાબુભાઈ ડોડીયા ગઈકાલે બપોરે પોતાના ફ્લેટ પર આવ્યા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા તેમને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ બાબુભાઈએ ફોન ઉપાડ્યો નહોતો. ફોન પર સંપર્ક ન થતાં પરિવારજનોને શંકા ગઈ હતી અને તેઓ ફ્લેટ પર પહોંચ્યા હતા. ત્યાં ફ્લેટનો દરવાજો લોક જોવા મળતાં પરિવારજનો વધુ ચિંતામાં મુકાયા હતા.

માથામાં બોથડ પદાર્થના ઘા મારી હત્યાની આશંકા

ફ્લેટની અંદર તપાસ કરતાં બાબુભાઈ ડોડીયા મૃત હાલતમાં મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેમના માથાના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હત્યા કોણે અને કયા કારણોસર કરી તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા

ઘટનાની જાણ થતાં માણસા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ફ્લેટ અને આસપાસના વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે. હત્યાના કારણ અને આરોપી સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. વૃદ્ધના ફોન ન ઉપાડવાથી પરિવારજનોને શંકા ગઈ અને ફ્લેટ સુધી પહોંચતાં આ સમગ્ર હત્યાકાંડનો ભેદ ખુલ્યો હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ તપાસમાં હત્યા પાછળનું કારણ અને હત્યારાની ઓળખ બહાર આવશે. 


આ પણ વાંચો    :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ