android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Marco Rubio India Visit: આ ભારતનો આંતરિક મામલો..ભારતમાં વિરોધ પ્રદર્શન અંગે બોલ્યા અમેરિકી વિદેશ મંત્રી

calendar_todayOctober 21, 2026

Marco Rubio India Visit: આ ભારતનો આંતરિક મામલો..ભારતમાં વિરોધ પ્રદર્શન અંગે બોલ્યા અમેરિકી વિદેશ મંત્રી

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચ્યું છે. જ્યારે મીડિયા દ્વારા આ અંગે પૂછવામાં આવ્યું, ત્યારે યુ.એસ. સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ અસ્પષ્ટ જવાબ આપીને પ્રશ્નને ટાળી દીધો હોય તેવું લાગ્યું.

ભારત લોકશાહી રાષ્ટ્ર.. અમેરિકામાં પણ થાય છે આવા વિરોધ- રુબિયો

ભારતમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અંગેના તેમના મંતવ્ય વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ દરરોજ વિરોધ પ્રદર્શનો થતા હોય છે. મીડિયા સાથે વાત કરતા રુબિયોએ જણાવ્યું, "આ ભારતનો આંતરિક રાજકીય મામલો છે. ભારત એક લોકશાહી રાષ્ટ્ર છે જ્યાં ચૂંટણીઓ યોજાય છે, તેથી હું તેમના આંતરિક રાજકીય બાબતો પર કોઈ અભિપ્રાય આપીશ નહીં. જો કે  યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ દરરોજ વિરોધ પ્રદર્શનો થતા જ હોય ​​છે."

વિશ્વના કોઇપણ રાષ્ટ્ર સાથેના અમારા સંબંધો.. 

મીડિયા સાથેની વાતચીતમાં, રુબિયોએ પાકિસ્તાન સાથે ટ્રમ્પ વહીવટીતંત્રના વધતા સંબંધો અંગે વાત કરતા ભારપૂર્વક કહ્યું કે વિશ્વના અન્ય કોઈપણ રાષ્ટ્ર સાથેના અમારા સંબંધો, ભારત સાથેના અમારા સંબંધોના ભોગે નથી. ભારત સાથેના અમારા સંબંધોને અમે તે રીતે જોતા નથી. મને વિશ્વાસ છે કે મારી અહીંની મુલાકાત, વેપાર કરાર સુધી પહોંચવાની અમારી પ્રતિબદ્ધતા, અત્યાર સુધીની અમારી તમામ ચર્ચાઓ અને અમે સાથે મળીને જે કામ કરીએ છીએ, તે આ વાતનો પુરાવો છે. 

પાકિસ્તાન સાથેના સંબંધો અંગે તેમણે શું કહ્યું?

માર્કો રુબિયોએ વધુમાં નોંધ્યું કે, ઇસ્લામાબાદ સાથે વોશિંગ્ટનના સંબંધો તેને એવી સ્થિતિમાં મૂકે છે જ્યાં તે ભારત માટે ચિંતાનું કારણ બની શકે તેવી પ્રવૃત્તિઓને રોકવામાં મદદ કરી શકે છે. તેમણે કહ્યું, "પાકિસ્તાન એક એવો દેશ છે જેની સાથે અમારો સંબંધ છે અને હોવો પણ જોઈએ. અમુક બાબતોમાં, આ એક સકારાત્મક પરિબળ બની શકે છે, જો આપણે સંઘર્ષ તરફ દોરી જતી પ્રવૃત્તિઓને રોકવામાં મદદ કરી શકીએ. એટલે કે, જો આપણે આપણા પ્રભાવનો રચનાત્મક રીતે ઉપયોગ કરી શકીએ."

રશિયા યુક્રેન વિશે શું કહ્યું ? 


રુબિયોએ યુક્રેનમાં ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવામાં રહેલી જટિલતાઓને પણ સ્વીકારી. તેમણે કહ્યું, આ બાબતો મુશ્કેલ છે, અને જો આ સંઘર્ષનો ઉકેલ લાવવો સરળ હોત, તો તે ક્યારનોય ઉકેલાઈ ગયો હોત."