calendar_todayMarch 22, 2026
Meghraj: ઈસરી પોલીસ સ્ટેશન કાર્યવિસ્તારમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ
મેઘરજ તાલુકાના ઈસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીરાના અપહરણના ગુનામાં અરવલ્લી LCB પોલીસે ગણતરીના કલાકોમાં મોડાસા તાલુકાના રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કીશોરપુરા ગામેથી સગીરા સાથે એક મહિલાને ઝડપી લીધી હતી.અપહરણ કરનાર મહિલા મૂળ કપડવંજ તાલુકાના રઈજીના મુવાડાની છે. પોલીસે બન્ને જણાને ઝડપી ઈસરી પોલીસમાં સુપ્રત કરેલ છે. આ ઘટનાની મળેલ વિગત એવી છે કે, ઈસરી પોલીસ સ્ટેશનમાં કાય ર્વિસ્તારના ગામની એક સગીરાનું અપહરણ થયાનો ગુનો ઈસરી પોલીસમાં ગુ.ર. નં 11188005260115/2026 બી.એન.એસ.કલમ 137(2) મુજબ નોંધાયો હતો. જેની તપાસ અરવલ્લી જિલ્લાના LCB પી.આઈ. એમ.એચ.ઝાલા તથા સ્ટાફ કરી રહ્યો હતો. આ ઘટનાની LCB પોલીસ અપહરણ કરનાર મહિલા તથા સગીરાને શોધી કાઢવા સક્રિય બની હતી અને પોલીસ વોચમાં હતી. દરમિયાન LCB પોલીસે આરોપી મહિલા તથા સગીરાને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના કાર્ય વિસ્તારના કિશોરપુરા ગામેથી બન્ને ઝડપી લીધા હતા અને બન્નેને ઈસરી પોલીસમાં સુપ્રત કર્યા હતા. પકડાયેલ આરોપી મહિલાનું નામ પૂછતા તેમને આશાબેન મહેન્દ્રસિંહ પરમાર (રહે, રઈજીના મુવાડા,તા.કપડવંજ,જી.ખેડા) હોવાનું જણાવ્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam