calendar_todayAugust 30, 2026
Meghraj: સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપનો દબદબો; જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર સહિત 7 બિનહરીફ
અરવલ્લી જિલ્લાના સહકારી માળખામાં મહત્વનું સ્થાન ધરાવતા મેઘરજ તાલુકા સહકારી સંઘની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલે શરૂઆતથી જ મજબૂત પકડ જમાવી હતી. ફોર્મ ખેંચવાના અને ચકાસણીના અંતે વિપક્ષ કે અન્ય કોઈ હરીફ ઉમેદવાર મેદાનમાં ન રહેતાં ભાજપ પ્રેરિત પેનલના તમામ 7 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
અરવલ્લી સહકારી ક્ષેત્રે ભાજપનો ભગવો લહેરાયો
ચૂંટણી અધિકારી દ્વારા તમામ 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ બિનહરીફ વિજેતા બન્યા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી તાલુકાના સહકારી રાજકારણમાં ભાજપનો વર્ચસ્વ ફરી એકવાર સાબિત થયો છે. બિનહરીફ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરનો પણ સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં 'વ્યક્તિ પ્રતિનિધિ' વિભાગમાંથી ૩ ઉમેદવારો અને 'મંડળી પ્રતિનિધિ' વિભાગમાંથી ૪ ઉમેદવારો બિનહરીફ બિનહરીફ વિજેતા બન્યા છે.
મેઘરજ સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ
સહકારી સંઘમાં ભીખાજી ઠાકોર સહિતની આખી પેનલની બિનહરીફ વરણી થતાં જ મેઘરજ તાલુકા અને જિલ્લા ભાજપના કાર્યકરોમાં ભારે ખુશીની લહેર ફરી વળી હતી. કાર્યાલય ખાતે કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાને મોં મીઠા કરાવીને વિજય ઉત્સવ ઉજવ્યો હતો. ભાજપના સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓએ ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને સહકારી ક્ષેત્રના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.