calendar_todayJanuary 24, 2026
Meghrajના ઇપલોડાના સરપંચને લઇ મોટો વિવાદ, સરપંચને ત્રણ સંતાનો હોવાની અરજી TDOને મળી, ગ્રામ પંચાયતમાં રાજકીય ગરમાવો
મેઘરજ તાલુકાના ઈપલોડા ગ્રામ પંચાયતના સરપંચ નયનાબેન જયેશભાઈ પટેલ સામે ત્રણ સંતાનોના મુદ્દાને લઇ નવો વિવાદ ઊભો થયો છે.
TDOને મળેલી અરજીમાં તેમને ત્રણ સંતાનો હોવાનો આક્ષેપ
સરપંચ સામે TDOને મળેલી અરજીમાં તેમને ત્રણ સંતાનો હોવાનો આક્ષેપ કરાયો છે જેના આધારે તંત્ર દ્વારા પુરાવા સાથે હાજર રહેવા સરપંચને નોટિસ ફટકારાઈ છે.
સરપંચ બંને દિવસ ઘેર હાજર રહ્યા
સરપંચને તા. 19 અને 22 જાન્યુઆરીએ હાજર રહેવાની નોટિસ જાહેર કરવામાં આવી હતી, પરંતુ સરપંચ બંને દિવસ ઘેર હાજર રહ્યા હતા
સરપંચે 45 દિવસની રજાનો તાલુકા પંચાયતમાં રીપોર્ટ મુકેલો છે
તંત્રના જણાવ્યા અનુસાર, સરપંચ હાલમાં 45 દિવસની રજામાં છે અને રજા પૂર્ણ થયા પછી મામલાની સુનાવણી અને તપાસ હાથ ધરાશે. સરપંચ નયનાબેન જયેશભાઈ પટેલે 45 દિવસની રજાનો તાલુકા પંચાયતમાં રીપોર્ટ મુક્યો છે
પંથકમાં ચર્ચાનો વિષય
સરપંચના સંતાન વિવાદ અંગે ઈપલોડા, સીસોદરા અને પીસાલ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. ચાર વર્ષ પછી ઉઠેલા આ પ્રશ્નથી ગ્રામ પંચાયતમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.
આ પણ વાંચો----- Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?