calendar_todayJanuary 7, 2026
Mehsana: 175 સસ્તા અનાજની દુકાનોના પરવાના રિન્યૂ કરાયા
મહેસાણા જિલ્લાની 175 સસ્તા અનાજની દુકાનદારોના લાયસન્સ પુરવઠા વિભાગે રિન્યૂ કર્યા છે. સસ્તા અનાજના દુકાનદારો પાસેથી રૂ.5 હજારની ડિપોજીટ લઈ લાયન્સની ખરાઈ કરવામાં આવી હતી. ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ 2025 હેઠળ પાંચ વર્ષ માટે રિન્યૂ થતાં દુકાનદારોના લાયસન્સ નિયમિત ત્રણ વર્ષ માટે રિન્યૂ થશે. આ તમામ સસ્તા અનાજના દુકાનદારોના પરવાના રિન્યૂ કરી બાયોમેટ્રીક લેવામાં આવ્યા હતા. મહેસાણા જિલ્લામાં સતલાસણા તાલુકામાં સસ્તા અનાજની 10 દુકાનોના પરવાના રિન્યૂ કર્યા હતા. જયારે ખેરાલુ તાલુકામાં 12, ઊંઝા તાલુકામાં 12, વિસનગર તાલુકામાં 19, વડનગર તાલુકામાં 20, વિસનગર તાલુકામાં 34, મહેસણા તાલુકામાં 39, બેચરાજી તાલુકામાં 5, કડી તાલુકામાં 21 અને જોટાણા તાલુકામાં 3 દુકાનદારોના લાયસન્સ રિન્યૂ કરવામાં આવ્યાં હતાં. મહેસાણા જિલ્લાના 2.94 લાખથી વધુ પરિવારો રસ્તા અનાજનો જથ્થો દુકાનદારો પાસેથી મેળવી શકશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો