android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mehsana: 18,500 હેક્ટર શાકભાજી મુરઝાઈ જવાની ભીતિ

calendar_todayMay 8, 2026

Mehsana: 18,500 હેક્ટર શાકભાજી મુરઝાઈ જવાની ભીતિ

મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા જેવા કૃષિ ક્ષેત્ર વિસ્તારોમાં અર્થતંત્રના વિકાસનાં સ્વપ્નો ઉપર હવામાનના પલટા ભારે પડવાના છે.

હવામાનના પ્રહારથી આજીવિકા અને ખાદ્ય સુરક્ષા માથે જોખમ ઉભું થશે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના કિસાનો બીટી કપાસની વાવણી શરૂ કરનાર છે. પરંતુ, તે સમયે મે મહિનામાં કાળઝાળ ગરમીનો પારો 43 ડિગ્રી સેન્ટિગ્રેડે પહોંચવાનો અંદાજ છે. સૂર્ય નારાયણ અગનગોળા વરસાવશે અને શાકભાજીનો ઉગતો પાક મુરઝાઈ જશે. પરંતુ, આ વર્ષે ઉ.ગુજરાતમાં ઘાસચારાનું 1,28,600, શાકભાજીનું 18,500 અને બાજરીનું 1,25,000 હેકટરમાં વાવેતર થયું છે.

ગરમીની વિષમ પરિસ્થિતિથી શાકભાજી અને ઘાસચારાના ઉછેર પર અસર થશે. ગરમીનો કહેર આ વાવેતર માટે ખતરાની ઘંટડી વગાડશે.મહેસાણા જિલ્લામાં 4,100 હેકટર, અરવલ્લી જિલ્લામાં 2,500 હેકટર, બનાસકાંઠા જિલ્લામાં 5,200 હેકટર અને સાબરકાંઠા જિલ્લામાં 5,500 હેકટર મળી સમગ્ર ઉ.ગુજરાતમાં 18,500 હેકટરમાં શાકભાજીનું વાવેતર થયું છે.

આ ઉપરાંત, ઘાસચારાનું 1,28,600 હેકટરમાં વાવેતર થયું હતું. ગરમીના પ્રકોપથી આ પાક મુરઝાઈ જવાની ભીતી સેવાઈ રહી છે. એક માત્ર મહેસાણા જિલ્લામાં ઘાસચારાનું વાવેતર 28,300 હેકટર જમીનમાં થયું છે. આ વખતે ચોસાની શરૂઆત પહેલાં કપાસ સહિતનાં વાવેતર ઉપર હવામાન વિભાગના પલટાનો પ્રહાર જોવા મળશે અને કૃષિ પ્રધાન વિસ્તારોમાં અર્થતંત્ર ધબકતું રહેવાનાં સ્વપ્ન રોળાઈ જશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો