android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mehsana: ઉ.ગુજરાત પોસ્ટલ વિભાગ 251 કરોડની રેવન્યુ સાથે ગુજરાતમાં સર્વોચ્ચ સ્થાને

calendar_todayMay 8, 2026

Mehsana: ઉ.ગુજરાત પોસ્ટલ વિભાગ 251 કરોડની રેવન્યુ સાથે ગુજરાતમાં સર્વોચ્ચ સ્થાને

ઉ.ગુજરાત પોસ્ટલ પરિક્ષેત્રએ નાણાકીય વર્ષ 2025-26માં પોતાની શ્રોષ્ઠ કામગીરી દ્વારા સફ્ળતાનું નવું શિખર સર કર્યું છે. પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ પરિક્ષેત્રએ રૂ.251 કરોડની રેવેન્યુ હાંસલ કરી છે. ગત વર્ષની સરખામણીએ 25.19% નો વધારો દર્શાવે છે. આ આંકડા સાથે ઉ.ગુજરાત પરિક્ષેત્ર સમગ્ર ગુજરાત પરિમંડળમાં રેવેન્યુ જનરેશનમાં પ્રથમ ક્રમે રહ્યું છે. 1,110 ગામો સુકન્યા સમૃધ્ધિ ગ્રામ, 400 ગામોને બચત ગ્રામ અને 791 ગામો સંપૂર્ણ વીમા ગ્રામ જાહેર કરવામાં આવ્યા છે.

ક્ષેત્રીય કાર્યાલય ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં જણાવાયું હતું કે તમામ 7 વર્ટીકલ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ રહ્યો છે. રૂ.104.93 કરોડની આવક (5.35% વૃદ્ધિ). પાર્સલ રેવેન્યુમાં 190% નો ઐતિહાસિક ઉછાળો નોંધાયો છે. ડાક જીવન વીમામાં રૂ.17.70 કરોડની આવક સાથે 21.65% નો વધારો થયો છે. રૂ.8.55 કરોડની આવક જે વૈશ્વિક સ્તરે વિસ્તરતી સેવાનું પ્રતીક છે. કૃષ્ણકુમાર યાદવના નેતૃત્વમાં પોસ્ટલ વોરિયર્સ અભિયાન દ્વારા ગ્રામીણ સ્તરે ક્રાંતિ જોવા મળી છે. વર્ષ દરમિયાન 8.84 લાખ નવા બચત ખાતા ખોલવામાં આવ્યા જેનાથી કુલ ખાતાની સંખ્યા 43 લાખને પાર કરી ગઈ છે.

આધાર અને પાસપોર્ટ સેવા માત્ર ટપાલ જ નહીં, પરંતુ ટેકનોલોજી આધારિત સેવાઓમાં પણ પોસ્ટ ઓફ્સિ આગળ રહી છે. વર્ષ દરમિયાન 4.20 લાખ નાગરિકોને આધાર સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

જેમાં 88 હજાર લોકોને ઘરે બેઠા(CELC)સેવા મળી હતી. આ ઉપરાંત 68,702 પાસપોર્ટ અરજીઓનું સફ્ળતા પૂર્વક પ્રોસેસિંગ કરવામાં આવ્યું હતું. સહાયક નિદેશક વી. એમ. વહોરાએ જણાવ્યું હતું કે,છેવાડાના માનવી સુધી પહોંચવા માટે 6,771 ડાક ચોપાલો યોજાઈ હતી. અન્ય સહાયક નિદેશક અલ્પેશ શાહે ઉમેર્યું કે,કાર્યક્ષમતાના આધારે 48 બ્રાંચ પોસ્ટ ઓફ્સિને પ્લેટિનમ અને 240 ને ડાયમંડ વોરિયર તરીકે સન્માનિત કરાયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો