android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mehsana: મહેસાણામાં આજે તાપમાન 43 ડિગ્રી સુધી જવાની ધારણા

calendar_todayApril 26, 2026

Mehsana: મહેસાણામાં આજે તાપમાન 43 ડિગ્રી સુધી જવાની ધારણા

મહેસાણા જિલ્લામાં પાછલા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો.તો આગામી 48 કલાક દરમિયાન પણ મહત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધવાની ધારણા હવામાન વિભાગ દ્વારા સેવાઈ છે.તો આજે જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પણ હોય આકરી ગરમીમાં મતદારોએ મતદાન કરવું પડી શકે છે.શનિવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી પર પહોચતા દિવસ દરમિયાન હિટવેવને લઇ ભારે ગરમીનો જિલ્લાવાસીઓએ અનુભવ કર્યો હતો. મહેસાણા જિલ્લામાં શનિવારે તાપમાનમાં વધારો નોંધાયો હતો.રાજસ્થાન તરફ્ના ગરમ લુ વાતા પવન ફૂંકાતા તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોચ્યો હતો.તેને લઇ દિવસ દરમિયાન તો રાત્રીના સમયે પણ અસહ્ય ગરમી અનુભવાઇ હતી.દિવસ દરમિયાન આકાશમાંથી આગ વરસતી હોય તેવી ગરમી વરસતા જનજીવનને માઠી અસર પહોંચી હતી.મહેસાણા જિલ્લામાં પાછલા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન વધ્યું હતું.તો લઘુત્તમ તાપમાન સ્થિર રહ્યું હતું.આકાશમાંથી સૂર્યદેવતા અસહ્ય તાપ વરસાવતા મૂંગા પ્રાણીઓ તેમજ પક્ષીઓ પણ ગરમીથી ભારે પરેશાન થયા હતા.ત્યારે મહેસાણામાં મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રી જયારે લઘુત્તમ તાપમાનનો પારો 27 ડિગ્રી નોધાયો હતો.જિલ્લામાં સર્જાયેલી હિટવેવની સ્થિતિ પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમિયાન હજુ પણ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના સેવાઈ છે.તો તે બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ દરમિયાન જિલ્લાવાસીઓએઆકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો