android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mehsana: પોલીસ મેદાને । મિતેન ચૌધરી હત્યા કેસમાં 6 આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન

calendar_todayMay 1, 2026

Mehsana: પોલીસ મેદાને । મિતેન ચૌધરી હત્યા કેસમાં 6 આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન

શહેરના તાવડીયા ચોકડી વિસ્તારમાં ગત 25 એપ્રિલના રોજ થયેલી મિતેન ચૌધરીની હત્યાનો ભેદ મહેસાણા પોલીસે ઉકેલી નાખ્યો હતો.LCB,SOG અને પેરોલ ર્ફ્લો સ્ક્વોડની ટીમોએ ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી મુખ્ય સૂત્રધાર સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે મુખ્ય આરોપી ભરત માધુભાઈ ચૌધરી, ધ્રુવ ઉફે ધવલ, મયુર, યશ, પ્રતીક અને ધર્મેન્દ્રકુમારની અટકાયત તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. જે બાદ આરોપીઓએ જે સ્થળે હુમલો કર્યો હતો, તે તાવડીયા ચોકડી ખાતે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો