android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mehsana : રામનગર સોસાયટી પાસે ગમખ્વાર અકસ્માત, રોડ ક્રોસ કરી રહેલા 7 વર્ષીય બાળકને કારે અડફેટે લેતા મોત

calendar_todayApril 3, 2026

Mehsana : રામનગર સોસાયટી પાસે ગમખ્વાર અકસ્માત, રોડ ક્રોસ કરી રહેલા 7 વર્ષીય બાળકને કારે અડફેટે લેતા મોત

મહેસાણાના રામનગર સોસાયટીના નાકે આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક કારે રોડ ક્રોસ કરી રહેલા 7 વર્ષના માસૂમ બાળકને જોરદાર ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સ્થાનિકો અને દેવીપૂજક પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રોડ ક્રોસ કરી રહેલા બાળકને કારે લીધો અડફેટે

મળતી માહિતી મુજબ, મહેસાણા નજીક આવેલી રામનગર સોસાયટીના નાકે કિસ્મત નામનો 7 વર્ષીય માસૂમ બાળક રસ્તો ઓળંગી રહ્યો હતો. તે સમયે પૂરઝડપે આવી રહેલા કાર ચાલકે બાળકને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા તેણે દમ તોડ્યો હતો. પોતાના લાડકવાયા દીકરાના અકાળે અવસાનથી દેવીપૂજક પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.

કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો

અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઉશ્કેરાયેલા લોકોએ કાર ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. બનાવની જાણ થતા જ મહેસાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક બાળકના શવને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યું છે અને અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માસૂમ કિસ્મતના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


આ પણ વાંચો ----   Ahmedabad : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાલે IPL મેચ, 887 પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત, કાળાબજારી કરનારા સામે પોલીસની બાજ નજર