calendar_todayApril 21, 2026
Mehsana: મોઢેરા સૂર્યમંદિરનું EV ચાર્જિંગ સ્ટેશન છ માસથી ધુળી ખાતી હાલતમાં
ભારતનું પ્રથમ સોલાર પાવર્ડ વિલેજ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત મોઢેરા ગામના સૂર્યમંદિર કેમ્પસમાં સ્થાપિત સોલાર-આધારિત EV ચાર્જિંગ સ્ટેશનલગભગ છેલ્લાં છ મહિનાથી બંધ પડયું છે. આ યોજના હેઠળ લગભગ 79 કરોડના ખર્ચે મંદિર અને આખા મોઢેરા ગામને 24 કલાક સૌર ઊર્જા પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં મંદિરના પાર્કિંગ વિસ્તારમાં ત્રણ પેસેન્જર EV ચાર્જિંગ પોઇન્ટ અને બાહ્ય DC-ચાર્જિંગ યુનિટઇલેક્ટ્રિક બસ માટે ખાસ રાખવામાં આવી હતી. સ્થાનિક સૂત્રો અનુસાર, યોગ્ય તકનીકી મેન્ટેનન્સની અભાવ, ચાર્જિંગ યુનિટમાં ખરાબ સાધન-સામગ્રી અને ઓપરેશનલ સમસ્યાઓને કારણે આ સ્ટેશન વારંવાર બંધ થતું રહે છે. કન્સોર્ટિયમ કે કોન્ટ્રાક્ટર તરફ્થી સમયસર રિપેર-રિપ્લેસમેન્ટ ન થવાથી તે લાંબા સમય સુધી નિષ્ક્રિય રહે છે. વર્ષ 2022માં લોકાર્પણ કરાયેલી આ યોજના જવાબદાર તંત્રવાહકોની બેદરકારીના કારણે આજે પર્યટકો અને સ્થાનિક EV યુઝર્સ માટે મોટી મુશ્કેલી બની રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો