android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mehsanaના ગોપીનાળા નજીકથી MD ડ્રગ્સ ઝડપાયું, SMCની ટીમે પાડી સરપ્રાઈઝ રેડ

calendar_todaySeptember 6, 2026

Mehsanaના ગોપીનાળા નજીકથી MD ડ્રગ્સ ઝડપાયું, SMCની ટીમે પાડી સરપ્રાઈઝ રેડ

મહેસાણા શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે દરોડો પાડીને નશીલા પદાર્થોનું નેટવર્ક ચલાવતા તત્વોમાં ભારે ફાટકો પાડ્યો છે. મહેસાણાના અત્યંત ધમધમતા અને ભરચક ગણાતા ગોપીનાળા વિસ્તારમાંથી એસએમસીની ટીમે બાતમીના આધારે સરપ્રાઈઝ રેડ કરીને ગેરકાયદેસર એમડી ડ્રગ્સ (MD Drugs) નો જથ્થો પકડી પાડ્યો છે. ભરબજારે પડેલા આ દરોડાથી સ્થાનિક ગુનાખોરો અને ડ્રગ્સ પેડલરોમાં ભારે અફરાતફરી મચી ગઈ છે.

ગોપીનાળા નજીક SMC ત્રાટકી

ગાંધીનગરથી આવેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ખાસ ટીમે ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે મહેસાણાના ગોપીનાળા નજીક વોચ ગોઠવીને આ રેડ કરી હતી. ભરબજારમાં અચાનક પડેલા દરોડા દરમિયાન પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે સંકળાયેલા આરોપીને ઝડપી લીધો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એસએમસીની ટીમે પાડેલા આ દરોડાથી મહેસાણા પોલીસ બેડામાં પણ ભારે ખળભળાટ મચી ગયો છે.

FIR બાદ થશે સત્તાવાર ખુલાસો 

રેડ દરમિયાન કેટલા મૂલ્યનો અને કેટલા ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તેમજ કયા આરોપીની અટકાયત કરવામાં આવી છે તે અંગે પોલીસે ગુપ્તતા જાળવી રાખી છે. એસએમસીના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમગ્ર મામલે કાયદેસરની વિધિવત એફઆઈઆર (FIR) નોંધાયા બાદ ડ્રગ્સના જથ્થા, તેની કિંમત અને પકડેલા આરોપીઓ અંગે સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે. પોલીસે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો