android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mirzapurમાં ધર્માતરણ કેસનો મામલો, માસ્ટર માઈન્ડ ઈમરાનની દિલ્હી એરપોર્ટથી કરાઈ ધરપકડ

calendar_todayJanuary 24, 2026

Mirzapurમાં ધર્માતરણ કેસનો મામલો, માસ્ટર માઈન્ડ ઈમરાનની દિલ્હી એરપોર્ટથી કરાઈ ધરપકડ

ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરના ધર્માતરણ અને બ્લેકમેઈલિંગ રેકેટના માસ્ટરમાઈન્ડ ઈમરાનની પોલીસે દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરી લીધી છે. તે વિદેશ ભાગવાની ફિરાકમાં હતો. પોલીસે તેની માટે 25,000 રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. સતત તેની તપાસ કરવામાં આવી રહી હતી.

ઘણા શંકાસ્પદ લોકો સાથે મુલાકાત કરી

આ કેસની તપાસમાં ચોંકાવનારું આંતરરાષ્ટ્રીય કનેક્શન સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર નેટવર્કનો માસ્ટરમાઈન્ડ 27 જાન્યુઆરી 2024એ દુબઈ ગયો હતો. તપાસ એજન્સીઓને તેના પાસપર્ટની કોપી પણ મળી છે. વર્ષ 2024માં ધર્માતરણ ગતિવિધિઓ દરમિયાન તે વિદેશ યાત્રા પર હતો. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ દુબઈમાં ઈમરાને ધર્માતરણના સંગઠિત નેટવર્ક સાથે જોડાયેલા ઘણા શંકાસ્પદ લોકો સાથે મુલાકાત કરી હતી. આ બેઠકોમાં ના માત્ર નેટવર્કને વિસ્તાર કરવા પર ચર્ચા થઈ પણ ફંડિંગને લઈને પણ વાતચીત થઈ છે. ઈમરાનની જીવનશૈલી અને વિદેશ યાત્રાઓ પર થઈ રહેલા લાખો રૂપિયાનો ખર્ચ તપાસ એજન્સીઓ માટે મોટો સવાલ બની ગયો છે. એ પણ ખુલાસો થયો છે કે ઈમરાન માત્ર દુબઈ સુધી સીમિત નહતો.

તે મલેશિયા પણ વારંવાર જઈ રહ્યો હતો. મલેશિયામાં બેસીને તેના દ્વારા નેટવર્કના કેટલાક ભાગને ઓપરેટ કરવામાં આવ્યું છે. હવે તપાસ એજન્સીઓ એ શોધવામાં લાગી છે કે વિદેશથી આવનારા પૈસા કયા રસ્તાથી ભારત પહોંચી રહ્યા હતા. આ સમગ્ર કેસ મિર્ઝાપુરમાં ચાલી રહેલી એક જીમ સિન્ડિકેટ સાથે જોડાયેલો છે. અહીં 5 જીમની ચેઈન દ્વારા ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અને બ્લેકમેઈલિંગનું રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું.

ગેંગે ઓછામાં ઓછી 30 મહિલોને નિશાન બનાવી

આ ગેંગે ઓછામાં ઓછી 30 મહિલોને નિશાન બનાવી છે, જેમાંથી મોટાભાગની હિન્દુ મહિલાઓ હતી. આ મહિલાઓ ફિઝિકલ ટ્રેનિંગ માટે આ જીમમાં જોડાઈ હતી. આરોપી પહેલા મહિલાઓ સાથે મિત્રતા કરતો હતો, ત્યારબાદ તેમના પ્રાઈવેટ ફોટો અને વીડિયો મેળવતા હતા. ત્યારબાદ AI ટૂલ્સની મદદથી અશ્લીલ કન્ટેન્ટ તૈયાર કરીને પીડિતાને બ્લેકમેઈલ કરવામાં આવતી હતી. તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી.

આ માગણીમાં યૌન શોષણ અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનું પણ સામેલ હતું. આ મામલે 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. ધરપકડ કરેલા આરોપીઓમાં જીમ માલિક અને ટ્રેનર મોહમ્મદ શેખ અલી આલમ, ફેઝલ ખાન, જહીર, શાદાબ અને ફરીદ અહમદ સામેલ છે. મુખ્ય આરોપી ફરીદ અહમદને પોલીસ પર ફાયરિંગ બાદ એન્કાઉન્ટરમાં પકડવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓના મોબાઈલ ફોનમાંથી ઘણા AI-જનરેટેડ અશ્લીલ વીડિયો, તસ્વીરો અને ચેટ જપ્ત કરી છે. આ રેકેટ 2021થી સક્રિય હતું અને તેનો ઉદ્દેશ્ય માત્ર બ્લેકમેઈલિંગ નહીં પણ ટેક્નિક દ્વારા મહિલાઓનું માનસિક અને સામાજિક શોષણ કરવાનું હતું. 

આ પણ વાંચો : DGCA : ઇન્ડિગો પર સરકારનું એક્શન, 700થી વધારે સ્લોટ ઇન્ડિગોએ ખાલી કર્યા