calendar_todayMay 3, 2026
Modasa: અરવલ્લીમાં શાંતિપૂર્ણ માહોલમાં નીટની પરીક્ષા સંપન્ન,1288 વિદ્યાર્થીઓ હાજર રહ્યા
અરવલ્લી જિલ્લામાં 4 પરીક્ષા કેન્દ્રો ખાતે રવિવારે નીટની પરીક્ષા યોજાઈ હતી. બપોરે બે વાગ્યે પરીક્ષા શરૂ થઈ હતી,જો કે પરીક્ષા કેન્દ્રો ખાતે બે કલાક વહેલા પરીક્ષાર્થીઓને પહોંચી જવા સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થતાં શિક્ષણ વિભાગે રાહત અનુભવી પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મોડાસામાં કે.એન.શાહ હાઈસ્કૂલ, જે.બી.શાહ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ, સરસ્વતી હાઈસ્કૂલ અને મદની હાઈસ્કૂલ એમ ચાર કેન્દ્રો ખાતે રવિવારે નીટની પરીક્ષા લેવાઈ હતી. જિલ્લામાં નીટની પરીક્ષા માટે 131ર પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તેમાંથી 1288 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. બપોરે બે વાગ્યે નીટની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જો કે વિદાર્થીઓને બે કલાક પહેલાં જ પરીક્ષા કેન્દ્રો ખાતે બોલાવી લેવામાં આવ્યા હતા. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવવા નીટની પરીક્ષા આપવી ફરજીયાત હોય વિદ્યાર્થીઓમાં પેપર કેવુ રહેશે તે અંગે ભારે ઉત્સુકતા રહી હતી. જિલ્લામાં મોડાસા ખાતે નીટની પરીક્ષા માટે ચાર કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા. આ તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન શાંતિપૂર્ણ રીતે પરીક્ષા સંપન્ન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો