calendar_todayMarch 11, 2026
Modasa: મોડાસામાં બિલ વગરના કુલ 14 મોબાઈલ સાથે 1 ઝડપે
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ગેરકાયદેસર રીતે બિલ વગરના મોબાઈલ ફેનનું વેચાણ કરતા તત્વો સામે જિલ્લા પોલીસે લાલ આંખ કરી છે. જેમાં શહેરના લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં આવેલી એક મોબાઈલ ફોનની દુકાનમાં દરોડો પાડી જિલ્લા પોલીસે 14 નંગ મોબાઈલ ફેન સાથે એક શખ્સની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે મોડાસાના લક્ષ્મી કોમ્પ્લેક્સમાં આવેલી ગેલેક્સી મોબાઈલ નામની દુકાનમાં એક ઇસમ બિલ વગરના મોબાઈલ ફેનની લે-વેચનો ધંધો કરે છે.
આ બાતમીના આધારે પોલીસે દુકાનમાં તપાસ કરતા ત્યાં હાજર ઇસમ પાસેથી કુલ 14 નંગ જૂના મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેની કિંમત આશરે રૂ. 56,000 થવા જાય છે. આ મોબાઈલ અંગેના કોઈ આધારભૂત બિલ કે પુરાવા રજૂ ન કરી શકતા આ ફેન ચોરીના હોવાની શંકાએ પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી મો. સઈદ સિકંદર પટેલ (રહે. અલીના રેસીડેન્સી, ભેરુંડા રોડ, મોડાસા, જિ. અરવલ્લી) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ગેરકાયદેસર રીતે બિલ વગરના મોબાઈલ ફેનનું વેચાણ કરતા તત્વો સામે જિલ્લા પોલીસે લાલ આંખ કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. જો કે, આગામી દિવસોમાં પણ પોલીસ કાર્યવાહી શરૂ રાખશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam