android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Morbi: ટંકારાના છતરમા જીઆઇડીસીમાં દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું, 1 કરોડથી વધુના વિદેશી દારૂ સહિત 3ની ધરપકડ

calendar_todayJanuary 14, 2026

Morbi: ટંકારાના છતરમા જીઆઇડીસીમાં દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું, 1 કરોડથી વધુના વિદેશી દારૂ સહિત 3ની ધરપકડ

મોરબી જિલ્લાના ટંકારાના છતરમા જીઆઇડીસી વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા દારૂ ભરેલું ગોડાઉન ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં 1 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો અંગ્રેજી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે તેમજ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

1 કરોડ 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે

ટંકારા પોલીસે ગોડાઉનમાંથી દારૂ સાથે કન્ટેનર ટ્રેલર, બોલેરો પીકઅપ સહિત કુલ અંદાજિત 1 કરોડ 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આરોપી કમલેશ વડેરા, જીતમલ કટારા અને નાનીલાલ સીગાડાની ધરપકડ કરવામાં આવી છે.

અન્ય રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે લાવી અહીં સંગ્રહ કરવામાં આવ્યો હતો

પોલીસ તપાસમાં વધુમાં ખુલાસો થયો છે કે આ દારૂ અન્ય રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે લાવી અહીં સંગ્રહ કરવામાં આવ્યો હતો. જ્યારે ફરાર આરોપી કેહરારામ હરખારામ, પ્રિન્સ ઝાલરીયા, માણસુર ડાંગર તેમજ બોલેરો પીકઅપ અને દારૂ મોકલનાર સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ફરાર આરોપીઓની ધરપકડ માટે સઘન તપાસ

ટંકારા પોલીસ દ્વારા ફરાર આરોપીઓની ધરપકડ માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે પોલીસની કડક કામગીરી ફરી એકવાર સામે આવી છે.