android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Morbi: પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લાંછન, ટંકારામાં સગા બાપે 14 વર્ષની માસૂમ દીકરી પર આચર્યું દુષ્કર્મ

calendar_todayJanuary 25, 2026

Morbi: પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લાંછન, ટંકારામાં સગા બાપે 14 વર્ષની માસૂમ દીકરી પર આચર્યું દુષ્કર્મ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માનવતા મરી પરવારી હોય તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક પિતાએ જ પોતાની 14 વર્ષની સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજારી પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે. આ મામલે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે હેવાન પિતાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

 સગીરાનું મોઢું દબાવી આચર્યું પાપ

મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના એક ગામમાં રહેતા શખ્સે પોતાની જ 14 વર્ષની માસૂમ દીકરીને શારીરિક હવસનો શિકાર બનાવી હતી. જ્યારે ઘરે કોઈ ન હતું ત્યારે આ નરાધમ પિતાએ દીકરીનું મોઢું દબાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પિતાના આ હેવાનિયતભર્યા કૃત્યથી માસૂમ દીકરી હેબતાઈ ગઈ હતી.

માતાએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવી

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સગીરાએ પોતાની માતાને પિતાની કરતૂત વિશે જાણ કરી હતી. સગા પતિના આ કૃત્યથી સ્તબ્ધ થયેલી માતાએ પુત્રીને ન્યાય અપાવવા માટે હિંમત દાખવી અને ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે POCSO (પોક્સો) એક્ટ અને દુષ્કર્મની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ટંકારા પોલીસની ટીમે તાત્કાલિક એક્શન લીધા હતા. આરોપી પિતા ભાગી છૂટે તે પહેલા જ પોલીસે તેને ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો: Porbandar: ડેપોના ડ્રાઈવર-કંડક્ટરે મુસાફરનું 6 લાખનું કિંમતી મશીન પરત કરી જીત્યા દિલ