android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Morbi :મોરબી પંથકની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 70 ટકા, ઘોડાધ્રોઈ 80 ટકા ભરાયો

calendar_todaySeptember 16, 2026

Morbi :મોરબી પંથકની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 70 ટકા, ઘોડાધ્રોઈ 80 ટકા ભરાયો

મેઘમહેરને કારણે ડેમોમાં નવા નિરની આવક થઈ છે. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 70% તથા ઘોડાધ્રોઈ ડેમ 80% જેટલા ભરાઈ ગયા છે. જોધપર પાસે આવેલા મચ્છુ-2 ડેમની જળસપાટી હાલ 55.76 મીટરે પહોંચી ગઈ છે. મચ્છુ-2 ડેમમાં નર્મદા દ્વારા 388 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે સૌની યોજના મારફ્તે 580 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ 70% ભરાઈ જતા તંત્ર દ્વારા નીચાણવાસના મોરબી તાલુકાના 22 અને માળિયા તાલુકાના 10 ગામો મળી 32 ગામોને એલર્ટ કર્યા છે. જયારે મચ્છુ-3 ડેમ 96.13 ટકા, મચ્છુ-1 ડેમ હાલ 60.99 ટકા અને બ્રાહ્મણી-1 ડેમ 92.26 ટકા જેટલા ભરાઈ ગયા છે. બીજી તરફ્, જીકિયાળી પાસેના ઘોડાધ્રોઈ ડેમમાં પણ 329 ક્યુસેકનો ઈનફ્લો સતત ચાલુ હોવાથી ડેમ 80.10% ભરાઈ જવાથી મોરબી તાલુકાના 7 અને માળિયાના 3 મળીને કુલ 10 ગામોને એલર્ટ કરાયા છે. હળવદના બ્રાહ્મણી-2 ડેમ 47.5 ટકા, ડેમી-2 ડેમ 61.04 ટકા અને ડેમી-3 ડેમમાં હાલ માત્ર 2.9 ટકા પાણી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો