android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Morbi : ખેતરોમાં ખેતમજૂર મહિલાઓ પર દુષ્કર્મ આચરતી કુખ્યાત ગેંગના 4 નરાધમો ઝડપાયા, ખુલાસા સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ

calendar_todayJune 9, 2026

Morbi : ખેતરોમાં ખેતમજૂર મહિલાઓ પર દુષ્કર્મ આચરતી કુખ્યાત ગેંગના 4 નરાધમો ઝડપાયા, ખુલાસા સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતમજૂર મહિલાઓ પર આચરવામાં આવેલા દુષ્કર્મના બે ચકચારી અને હૃદયદ્રાવક ગુનાઓનો એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં જ પર્દાફાશ કર્યો છે. ખેતરોમાં હથિયારોના ધાકે આતંક મચાવતી કુખ્યાત દેવીપૂજક ગેંગના 3 મુખ્ય આરોપીઓ અને 1 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પોલીસે દબોચી લીધા છે. આ નરાધમોની ધરપકડ સાથે જ મોરબી પંથકમાં ભયનો માહોલ ફેલાવનાર ગેંગના કાળા કારનામાઓ પરથી પડદો ઊંચકાયો છે.

મહિલાના પતિની નજર સામે જ તેની પર દુષ્કર્મ આચર્યું

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, ગત 4 અને 5 જૂનના રોજ અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોમાં હેવાનીયતની તમામ હદો પાર કરતી બે ઘટનાઓ બની હતી. આ નરાધમો રાત્રિના સમયે લૂંટ કરવાના ઈરાદે ખેતરોમાં ત્રાટકતા હતા અને ત્યાં રહેતા શ્રમિક પરિવારોને હથિયાર બતાવી બાનમાં લેતા હતા. જેમાં ૪ જૂનના રોજ બનેલી એક ઘટનામાં આ ક્રૂર શખ્શોએ મહિલાના પતિની નજર સામે જ તેની પર દુષ્કર્મ આચર્યું હતું.

અન્ય શ્રમિક મહિલા પર સામૂહિક દુષ્કર્મ

જ્યારે 5 જૂનના રોજ બનેલી બીજી ઘટનામાં નરાધમોએ તમામ મર્યાદાઓ ઓળંગીને એક અન્ય શ્રમિક મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસે સગીર સહિત ચારને ઝડપ્યા

આ ચકચારી કેસની ગંભીરતાને જોતા મોરબી એલસીબીની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કડીયાણા) ના રહેવાસી ત્રણ મુખ્ય આરોપીઓ નવઘણ વાઘેલા, દિલીપ ઉર્ફે દિપો વાજેલીયા અને મુન્નાભાઈ વાજેલીયા સહિત એક સગીરને ઝડપી પાડ્યા છે. પોલીસે આ આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી મોટરસાયકલ અને લૂંટાયેલા મોબાઈલ ફોન સહિત કુલ 50 હજાર નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ નરાધમોએ ભૂતકાળમાં અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.  



આ પણ વાંચો----    Gujarat Latest News Live : રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી