android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Morbi: પોલીસનો માનવીય અભિગમ, 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ 62.63 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો

calendar_todayFebruary 1, 2026

Morbi: પોલીસનો માનવીય અભિગમ, 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ 62.63 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો

મોરબી શહેરના નાગરિકો માટે મોરબી 'એ' ડિવિઝન પોલીસ આજે 'દેવદૂત' સાબિત થઈ છે. પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત વર્ષોની મહેનતની કમાણી સમાન ખોવાયેલો અને ચોરાયેલો કુલ ₹62.63 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરી તેમના ચહેરા પર ખુશી લાવી દીધી છે. આ અદભૂત કામગીરીમાં સોનાના દાગીના અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.

ટેકનોલોજીના ઉપયોગથી મળી સફળતા

મોરબી પોલીસે ગુમ થયેલા કિંમતી મોબાઈલ ફોન શોધી કાઢવા માટે ભારત સરકારના CEIR (Central Equipment Identity Register) પોર્ટલનો અસરકારક ઉપયોગ કર્યો હતો. ટેકનોલોજી અને હ્યુમન ઈન્ટેલિજન્સના સમન્વયથી પોલીસે લાખોની કિંમતનો મુદ્દામાલ ટ્રેસ કરવામાં સફળતા મેળવી હતી.

પરત કરાયેલા મુદ્દામાલની વિગત

પોલીસે જે માલ-સામાન પરત કર્યો છે  કુલ કિંમત ₹52,50,000. જેમાં ₹6 લાખનું સોનાનું પેન્ડલ, 4 સોનાના બિસ્કીટ અને સોનાના ચેનનો સમાવેશ થાય છે. ગુમ થયેલા 22 જેટલા સ્માર્ટફોન, જેની બજાર કિંમત આશરે ₹4,13,089 જેટલી થાય છે. રોકડ અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ આંકડો ₹62.63 લાખ પર પહોંચ્યો છે.

અરજદારોમાં ખુશીનો માહોલ

પોતાની મહેનતની કમાણીના દાગીના અને અંગત ડેટા ધરાવતા મોબાઈલ ફોન પરત મળતા અરજદારો ગદગદિત થઈ ગયા હતા. એક અરજદારે જણાવ્યું કે, "દાગીના ખોવાયા બાદ પરત મળવાની આશા છોડી દીધી હતી, પરંતુ પોલીસે જે રીતે જહેમત ઉઠાવીને અમારો સામાન પરત અપાવ્યો છે તે કાબિલે તારીફ છે."

 આ પણ વાંચો: Vadoadara: પાદરા રોડ પર રિક્ષા પલટી ખાતા મુસાફરો ફંગોળાયા, હૃદયદ્રાવક અકસ્માત CCTVમાં કેદ