android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Morbi: સાઈડ કાપવાની સામાન્ય તકરારમાં સોની યુવાનની કરપીણ હત્યાના કાળજું કંપાવી દેતા CCTV ફૂટેજ

calendar_todayFebruary 22, 2026

Morbi: સાઈડ કાપવાની સામાન્ય તકરારમાં સોની યુવાનની કરપીણ હત્યાના કાળજું કંપાવી દેતા CCTV ફૂટેજ

મોરબી શહેરમાં ગત ગુરુવારે રાત્રે બનેલી સોની યુવાનની હત્યાની ચોંકાવનારી ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. સરદાર બાગ પાસે માત્ર સાઈડ કાપવા જેવી સામાન્ય બાબતે બે સગીર કિશોરોએ જે રીતે ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો, તે જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. આ હિંસક હુમલામાં સોની યુવાન જતીનનું કરુણ મોત નીપજ્યું છે.

સોની યુવાનની હત્યાના CCTV 

વાયરલ થયેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે, રસ્તા પર વાહનચાલકો વચ્ચે બોલાચાલી થાય છે. તે દરમિયાન બે સગીર કિશોરો ઉશ્કેરાઈને કાર ચાલક જતીન સોની સાથે ઝપાઝપી કરવા લાગે છે. લોકોની હાજરીમાં જ આ સગીરો જતીન પર તૂટી પડે છે અને એકાએક ધારદાર છરીના ઘા ઝીંકી દે છે. લોહીલુહાણ હાલતમાં યુવાન રસ્તા પર જ ઢળી પડે છે. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

નજીવી બાબતે લેવાયો જીવ

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, રસ્તા પર વાહન પસાર કરતી વખતે સાઈડ કાપવા જેવી તદ્દન મામૂલી વાત પરથી બોલાચાલી થઈ હતી. જે સામાન્ય તકરાર ગણાઈ શકતી હતી, તેને આ સગીરોએ હત્યાના અંજામ સુધી પહોંચાડી દીધી. સોની જ્ઞાતિના આશાસ્પદ યુવાનના મોતને પગલે સમગ્ર મોરબી અને સોની સમાજમાં ગમગીની સાથે ઉગ્ર રોષની લાગણી ફેલાઈ છે.

આ પણ વાંચો: Ahmedabad: લઘુમતી મોરચાના નવા અધ્યક્ષ રઉફ શેખ વિરુદ્ધ પૂર્વ મહામંત્રીની રાષ્ટ્રીય અધ્યક્ષને ગંભીર ફરિયાદ