android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Morbi: કમલમમાં CM ભૂપેન્દ્ર પટેલની હાઈ-લેવલ બેઠક; સૌરાષ્ટ્ર-કચ્છના 15 જિલ્લાના પ્રમુખો-પ્રભારીઓ સાથે બંધ બારણે ચૂંટણી મંથન!

calendar_todayOctober 25, 2026

Morbi: કમલમમાં CM ભૂપેન્દ્ર પટેલની હાઈ-લેવલ બેઠક; સૌરાષ્ટ્ર-કચ્છના 15 જિલ્લાના પ્રમુખો-પ્રભારીઓ સાથે બંધ બારણે ચૂંટણી મંથન!

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) એ અત્યારથી જ સંગઠન સ્તરે ગિયર બદલી નાખ્યા છે. મોરબી સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનની અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ બંધ બારણે મેગા બેઠક યોજાઈ હતી. આ હાઈ-લેવલ મંથનમાં સૌરાષ્ટ્રના 15 જિલ્લાના સંગઠન પ્રમુખો, જિલ્લા પ્રભારીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો અને તમામ ધારાસભ્યો એક જ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીલક્ષી રણનીતિ અને સંગઠનની પાયાની કામગીરીને લઈને આ બેઠકમાં ખૂબ જ ગંભીર ચર્ચા-વિચારણા હાથ ધરાઈ હતી.

15 જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનનો જમાવડો

જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, પોરબંદર, બોટાદ, ભાવનગર, જામનગર, મોરબી, કચ્છ, રાજકોટ તેમજ સુરેન્દ્રનગર સહિતના સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ પટ્ટાના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રત્યેક જિલ્લાવાર રાજકીય સમીકરણો, સ્થાનિક જનતાના પ્રશ્નો અને વિકાસ કાર્યોની ગતિ અંગે પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ છેવાડાના મતદારો સુધી પહોંચે અને સંગઠનમાં કોઈપણ પ્રકારની આંતરિક ખેંચતાણ ન રહે તે સુનિશ્ચિત કરવા પ્રભારીઓને ખાસ ટાસ્ક સોંપવામાં આવ્યા હતા.

વિધાનસભા ચૂંટણીની રણનીતિ

આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્ર હંમેશાથી ગુજરાતના રાજકારણનું એપીસેન્ટર રહ્યું છે, ત્યારે અહીંની બેઠકો પર ભાજપની પકડ વધુ મજબૂત કરવા મોરબીથી આ કવાયત શરૂ કરવામાં આવી છે.બંધ બારણે યોજાયેલી આ બેઠકમાં પ્રજા વચ્ચે રહીને જનસંપર્ક વધારવા, પેજ સમિતિઓને વધુ સક્રિય કરવા અને પાયાના કાર્યકરો સાથે સંકલન જાળવી રાખવા તમામ ધારાસભ્યો અને સાંસદોને સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે.આગામી દિવસોમાં વિવિધ જિલ્લાઓમાં સંગઠનાત્મક ફેરફારો અને પ્રચાર-પ્રસારની નવી રૂપરેખા જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Jasdan: ઈશ્વરીયા ગામની સીમમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ કરનાર એક ઝડપાયો, બીજા સાગરીતની શોધખોળમાં ખાખીના દરોડા