android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Morbi જિલ્લામાં CM ભૂપેન્દ્ર પટેલ વિકાસકાર્યોની ભેટ આપશે, જુઓ Video

calendar_todayJanuary 24, 2026

Morbi જિલ્લામાં CM ભૂપેન્દ્ર પટેલ વિકાસકાર્યોની ભેટ આપશે, જુઓ Video

રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા શહેર અને જિલ્લાના સંતુલિત વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ સરકારે વિકાસ કાર્યો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. આશરે એક વર્ષ પહેલા રાજ્ય સરકારે નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો હતો, જેમાં મોરબીનો પણ સમાવેશ થાય છે. ત્યારથી, મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોની સુખાકારી વધારવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ કરીને અનેક કાર્યો કરવામાં આવ્યા છે. હાલમાં પણ કેટલાક વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે.

1 એસપી, 4 ડીવાયએસપી, 10 પીઆઈ, 25 પીએસઆઈ સહિત 200 થી વધુનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં રહેશે

મોરબી : આવતીકાલે તારીખ 24 જાન્યુઆરી ને શનિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ મોરબી જિલ્લાના વિવિધ વિભાગોના આસરે 1042 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ બપોરે 2 કલાકે મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા રામોજી ફાર્મ (રામકો) (ઉમિયા નવરાત્રિ મહોત્સવ ગ્રાઉન્ડ) ખાતે યોજાશે.


આ પણ વાંચો : Amreli News : અમરેલીમાં સાયબર ફ્રોડ કેસમાં ઐતિહાસિક ચુકાદો,‘સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલાને 7 વર્ષની કેદ થઈ