android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Morbi News: નવા વેગડવાવ ગામે વીજ તણખલાએ વેર્યો વિનાશ, 20 વીઘામાં ઉભો ઘઉંનો પાક બળીને ખાખ

calendar_todayMarch 9, 2026

Morbi News: નવા વેગડવાવ ગામે વીજ તણખલાએ વેર્યો વિનાશ, 20 વીઘામાં ઉભો ઘઉંનો પાક બળીને ખાખ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામે આજે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને પકવેલો સોના જેવો ઘઉંનો પાક આંખના પલકારે રાખમાં ફેરવાઈ ગયો હતો. ખેતર ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી પડેલા એક તણખલાએ બે ખેડૂતોની આખી સિઝનની મહેનત પર પાણી ફેરવી દીધું છે.

20 વીઘામાં પ્રસરી ભીષણ આગ

ઘટનાની મળતી માહિતી અનુસાર, નવા વેગડવાવ ગામના ખેડૂત શંકરભાઈ ડાભી અને ખેંગારભાઈના ખેતરમાં આ દુર્ઘટના ઘટી હતી. લીલાપર સબ સ્ટેશનના દિવ્યાંગ ફીડરમાંથી અચાનક વીજ તણખલો ઉડતા સૂકા ઘઉંના પાકમાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં પવનના વેગે આગ આશરે 20 વીઘા જેટલા વિસ્તારમાં પ્રસરી ગઈ હતી. તૈયાર થયેલો પાક બળતો જોઈ ખેડૂતોના હૈયા ફાટી ગયા હતા.

ખેડૂતોએ જહેમત ઉઠાવી આગ બુઝાવી

આગ લાગતાની સાથે જ આસપાસના ખેતરોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની રાહ જોયા વિના ખેડૂતોએ પોતાના સાધનો અને પાણીના ટેન્કરો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગ પર કાબૂ મેળવાય ત્યાં સુધીમાં મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે, જર્જરિત વીજ લાઈનોને કારણે આ ઘટના બની છે, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.


આ પણ વાંચો - Morbi News: હળવદના ચરાડવા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, યુવકનું મોત