android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Morbi News : મોરબીના હળવદમાં 3 ગામની 344 વીઘા જમીન કૌભાંડમાં બે તત્કાલીન પટાવાળાની કરાઈ ધરપકડ

calendar_todayJanuary 2, 2026

Morbi News : મોરબીના હળવદમાં 3 ગામની 344 વીઘા જમીન કૌભાંડમાં બે તત્કાલીન પટાવાળાની કરાઈ ધરપકડ

મોરબીના હળવદમાં 3 ગામની 344 વીઘા જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને બનાવટી દસ્તાવેજ બનાવવામાં આ આરોપીઓએ મદદ કરી હોવાની વાત સામે આવી છે, સિક્કા અને રાઉન્ડ સિલમાં મદદ કરવાનો ગુનો આ ઝડપાયેલ આરોપી સામે નોંધાયો છે અને પોતાના કાર્યકાળ દરમિયાન આચર્યુ કૌભાંડ.

હળવદમાં જમીન કૌભાંડ કર્યુ હતુ

મામલતદારે મહિલા સહિત 9 સામે કરી હતી ફરિયાદ અને પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીની આ કેસમાં ધરપકડ કરી છે, વાત એવી છે કે, આરોપીઓએ કોયબા, સુંદરીભવાની અને ઘનશ્યામપુર ગામે સરકારી જમીન પચાવી પાડી હતી અને આરોપીઓએ આ જમીન પોતાના નામે કરી દીધી હતી અને સમગ્ર ઘટનાની જાણ મામલતદારને થતા મામલતદારે તપાસ કરતા કૌભાંડ સામે આવ્યું હતુ. આ કેસમાં 9 માંથી 2 તો મહિલા આરોપી હોવાની પણ વાત છે.

નકલી રબ્બર સ્ટેમ્પ અને નકલી અધિકારીની સહીવાળો દસ્તાવેજ મળ્યો

આ કેસની વાત કરવામાં આવે તો જમીન કૌંભાડના કેસમાં બે મહિલા સહિત નવ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. જેમાંથી 4 આરોપી હાલ પોલીસના સકંજામાં છે. ખોટા રબ્બર સ્ટેમ્પ અને અધિકારીઓની નકલી સહીઓ વાળા દસ્તાવેજોને આધારે કૌભાંડ પાર આચરવામાં આવ્યું છે. દસ્તાવેજ જે ખોટા કરવામાં આવ્યો છે તેને રદ પણ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો : Rajkot News : સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 20નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2660થી વધી 2680 રૂપિયા થયો