calendar_todayMarch 7, 2026
Morbi News : હળવદમાં કેમિકલયુક્ત પાણી છોડવાના મામલે CID ક્રાઈમની કડક કાર્યવાહી, કારખાનેદાર સામે ફરિયાદ
મોરબી જિલ્લામાં પર્યાવરણને નુકસાન પહોંચાડવાના ગંભીર મામલે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હળવદના એક કારખાનેદાર સામે કેમિકલયુક્ત દૂષિત પાણી છોડવાના આરોપસર ફરિયાદ નોંધવામાં આવી છે.
કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદ
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કોયબા ગામની સીમ વિસ્તારમાં એક કારખાનામાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદ સામે આવી હતી. આ મામલે તપાસ બાદ CID Crime દ્વારા ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અલ્પેશ વશિયા સામે મુખ્ય ફરિયાદ
આ કેસમાં કારખાનેદાર અલ્પેશ વશિયા સામે મુખ્ય ફરિયાદ નોંધાઈ છે. ઉપરાંત સંજય પટેલ અને વિજય પટેલ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મામલાની તપાસ શરુ
તપાસમાં સામે આવ્યું છે કે કારખાનામાંથી નીકળતું દૂષિત કેમિકલયુક્ત પાણી આસપાસના વિસ્તારમાં છોડવામાં આવતું હતું, જેના કારણે પર્યાવરણ તેમજ આસપાસના ખેતી વિસ્તારને નુકસાન થવાની શક્યતા ઉભી થઈ હતી. આ મામલે અધિકારીઓ દ્વારા ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો--- Gandhinagar : રાજ્યની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદારોનું શાસન, વર્તમાન બોર્ડની મુદત પુરી