android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Morbi News: ટંકારાના જબલપુરમાં ગ્રામજનોનો સપાટો, દેશી દારૂ સાથે મહિલા ઝડપાઈ, Video

calendar_todayOctober 25, 2026

Morbi News: ટંકારાના જબલપુરમાં ગ્રામજનોનો સપાટો, દેશી દારૂ સાથે મહિલા ઝડપાઈ, Video

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ટંકારાના જબલપુર ગામમાં ગ્રામજનોએ અસામાજિક પ્રવૃત્તિઓ સામે લડત આપીને જાતે જ દારૂ ઝડપી પાડવાની મોટી કામગીરી કરી છે. ગામમાં ચાલતા ગેરકાયદે દારૂના ધંધાથી ત્રાસી ગયેલા જાગૃત ગ્રામજનોએ એક મહિલાને દેશી દારૂની થેલીઓ સાથે રંગેહાથ પકડી લીધી હતી.

દેશી દારૂની થેલીઓ સાથે મહિલા ઝડપાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર, જબલપુર ગામે દેશી દારૂનું વેચાણ કરતી એક મહિલા નાના બાળક સાથે શંકાસ્પદ હાલતમાં દારૂની થેલીઓ સાથે ફરી રહી હતી. ગ્રામજનોએ સતર્કતા દાખવીને આ મહિલાને પકડી લીધી હતી અને તાત્કાલિક પોલીસને આ અંગેની જાણ કરી હતી. ગ્રામજનો દ્વારા લેવાયેલા આ પગલાંથી બૂટલેગરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

=" target="_blank">

=

ગામડાઓમાં હોમ ડિલિવરી અને પોલીસની ભૂમિકા સામે સવાલો

આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર દેશી અને વિદેશી દારૂની 'હોમ ડિલિવરી' જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ બેફામ બની રહી છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે, જબલપુર ગામમાં આ પ્રકારે ખુલ્લેઆમ દારૂનું ગેરકાયદે વેચાણ કોના આશીર્વાદથી ચાલી રહ્યું છે? સ્થાનિક ટંકારા પોલીસ આ બુટલેગરો સામે ક્યારે કડક લગામ કસશે તે એક મોટો પ્રશ્ન બન્યો છે.


આ પણ વાંચો: Morbi News: કાર ભરીને દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો, 4.09 લાખનો મુદ્દામાલ જપ્ત!