android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mount Abuમાં મીની જમ્મુ કાશ્મીર જેવો માહોલ, ઠંડીનો પારો 0 ડિગ્રીએ પહોચ્યો, જુઓ Video

calendar_todayJanuary 12, 2026

Mount Abuમાં મીની જમ્મુ કાશ્મીર જેવો માહોલ, ઠંડીનો પારો 0 ડિગ્રીએ પહોચ્યો, જુઓ Video

માઉન્ટ આબુમાં ઠંડીમાં ઠુઠવાયા લોકો અને સહેલાણીઓ, આબુમાં ઠંડીનો પારો 0 ડિગ્રીએ પહોચ્યો છે અને તાપમાન નીચુ જતા બરફની ચારદ છવાઇ છે, લોકોના ઘરો, વાહનો, મેદાનમાં સફેદ ચાદર છવાઇ છે અને આબુમાં સહેલાણીઓએ ઠંડીની મોજ માણી છે. આજે લઘુત્તમ તાપમાન શીત બિંદુ નજીક રહેવાની શક્યતા છે અને આબુમાં ઠંડી વધતા તાપણાનો સહારો લોકો લઈ રહ્યાં છે, વાહનો અને મકાનો પર જામી બરફની પતલી પરત. બીજી તરફ આબુનું તાપમાન શૂન્ય તરફ પહોંચી રહ્યું છે. માઉન્ટ આબુ, અરવલ્લી પર્વતમાળાનું ઊંચું પ્રવાસન શહેર, હાલમાં શીત લહેરની ઝપેટમાં છે.

​આબુમાં જોરદાર ઠંડીનો માહોલ

રાજસ્થાનના કાશ્મીર તરીકે ઓળખાતું માઉન્ટ આબુ તેની સુંદરતા અને ઠંડા વાતાવરણ માટે જાણીતું છે. નીચા તાપમાનને કારણે અહીંનું વાતાવરણ વધુ આહલાદક બન્યું છે, આબુમાં દર શિયાળામાં તાપમાન માઈનસમાં પહોંચે છે અને આવા સમયે પ્રવાસીઓ ઠંડીનો અનુભવ લેવા માટે પણ આબુ પહોંચતા હોય છે.


આ પણ વાંચો : Surat News : ઓળી ઝોળી પીપળ પાન, સુરત પોલીસે પાડ્યું 'હસ્તી'નામ, ત્યજી દેવાયેલી નવજાત બાળકીની પોલીસે કરી છઠ્ઠીની વિધિ