android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
MP Dewas Factory Blast: દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 3ના મોત, 20 લોકો ઇજાગ્રસ્ત

calendar_todayMay 14, 2026

MP Dewas Factory Blast: દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 3ના મોત, 20 લોકો ઇજાગ્રસ્ત

મધ્યપ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. દેવાસમાં આ ઘટના બની જેમાં 3 લોકોના મોત થયા જ્યારે 12 લોકોના મોત થયા હતા.  ટોંકકાલા ગામમાં ફટાકડાની ફેક્ટરીમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ થયો. આ ઘટનામાં ત્રણ મજૂરોના મોત થયા, જ્યારે 20 અન્ય લોકો ગંભીર રીતે દાઝી ગયા.

2 કિમી સુધી સંભળાયો બ્લાસ્ટ

વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે તેનો અવાજ બે કિલોમીટર દૂર સુધી સંભળાયો. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હાલમાં આગ ઓલવવામાં લાગી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી, જેના કારણે કામદારોને બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો મળ્યો.

આગને કાબુમાં લેવા પ્રયાસો

વિસ્ફોટનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ, વહીવટીતંત્ર અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા.