android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
MP Singrauli News: ધુમાડાના ગોટે ગોટા..ભયાનક દ્રશ્ય, કોલસાથી ભરેલા ટ્રેલરનું ટાયર બદલતા અચાનક...પ્રચંડ વિસ્ફોટ, Video

calendar_todaySeptember 16, 2026

MP Singrauli News: ધુમાડાના ગોટે ગોટા..ભયાનક દ્રશ્ય, કોલસાથી ભરેલા ટ્રેલરનું ટાયર બદલતા અચાનક...પ્રચંડ વિસ્ફોટ, Video

મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લાના બરગવન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અત્યંત દર્દનાક અકસ્માત સામે આવ્યો છે. અહીં રસ્તા કિનારે ઊભેલા કોલસાથી ભરેલા ટ્રેલરનું ટાયર બદલતી વખતે અચાનક જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ ટ્રેલર ડ્રાઇવરનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સમગ્ર બનાવનો આઘાતજનક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ટાયર ફ્લેટ થતાં પંચર બદલતી વખતે સર્જાયો અકસ્માત

આ ઘટના બરગવન પોલીસ સ્ટેશન હેઠળના બારી ઝરિયા વિસ્તારની છે. મોડી રાત્રે કોલસાથી ભરેલું એક વિશાળ ટ્રેલર રસ્તાની બાજુમાં પાર્ક કરવામાં આવ્યું હતું. પચૌરના રહેવાસી ડ્રાઇવર અનિલ સાહુ ગાડીનું ફ્લેટ થયેલું ટાયર ખોલવાનો અને તેને બદલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન જ અચાનક જોરદાર ધડાકા સાથે ટાયર ફાટી ગયું હતું અને આખો વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો હતો.

ધડાકો એટલો શક્તિશાળી હતો કે ડ્રાઇવરના ફાટી ગયા ટુકડા

ટાયરમાં રહેલા ભારે દબાણને કારણે થયેલો વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ડ્રાઇવર અનિલ સાહુનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. આ અકસ્માત સમયે ટ્રેલરની નજીક જ ઊભેલા બે અન્ય લોકો પણ વિસ્ફોટની ઝપેટમાં આવી જતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. અચાનક થયેલા આ વિસ્ફોટથી વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

પોલીસની ત્વરિત કાર્યવાહી: ઘાયલો હોસ્પિટલમાં ભરતી

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક બાયધન જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસે મૃતક ડ્રાઇવરના મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.

પ્રત્યક્ષદર્શીઓનો આંખે દેખ્યો અહેવાલ અને વાયરલ વીડિયો

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટાયર ફાટવાનો અવાજ એટલો તીવ્ર હતો કે દૂર-દૂર સુધી સંભળાયો હતો. ક્ષણભરમાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા લાઈવ વીડિયોમાં વિસ્ફોટ બાદ ચારેય તરફ ફેલાયેલો ધુમાડો અને ગભરાટ જોઈ શકાય છે.

ભારે વાહનોના ટાયર રિપેરિંગ વખતે સુરક્ષાના નિયમો અનિવાર્ય

પ્રાથમિક તારણ મુજબ, આ અકસ્માત ટાયરમાં ઓવર એર પ્રેશર (હવાનું વધુ પડતું દબાણ) હોવાને કારણે થયો હોવાનું માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, જ્યારે ટાયરમાં હવાનું દબાણ વધુ હોય ત્યારે તેને બેદરકારીથી ડિફ્લેટ કરવું કે બદલવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તેથી, ભારે વાહનોના પંચર અથવા ટાયર બદલતી વખતે તમામ સુરક્ષા ધોરણોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.