android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mumbai : મીરા રોડમાં નિર્માણાધીન ઈમારત પરથી ક્રેન તૂટી પડી, 1 યુવકનું મોત, અનેક વાહનોને નુકસાન

calendar_todayJuly 16, 2026

Mumbai : મીરા રોડમાં નિર્માણાધીન ઈમારત પરથી ક્રેન તૂટી પડી, 1 યુવકનું મોત, અનેક વાહનોને નુકસાન

મુંબઈના મીરા રોડ પૂર્વ વિસ્તારમાં આવેલી જેપી નોર્થ સોસાયટીમાં ગુરુવારે સાંજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. નિર્માણાધીન ઈમારતના 11મા માળે કાર્યરત એક વિશાળ ક્રેન અચાનક તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં 22 વર્ષીય યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ક્રેન પડતાં જ જોરદાર ધડાકો થયો

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર જેપી નોર્થ કોમ્પ્લેક્સમાં આવેલી RERS નામની નિર્માણાધીન ઈમારતમાં નિયમિત કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ભારે સામાન ઊંચકવા માટે ઉપયોગમાં લેવાતી ક્રેન અચાનક સંતુલન ગુમાવી નીચે ધરાશાયી થઈ હતી. ક્રેન પડતાં જ જોરદાર ધડાકો થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

15થી 16 કાર અને ટુ-વ્હીલર વાહનોને ભારે નુકસાન 

ક્રેન સોસાયટીના પાર્કિંગ વિસ્તારમાં પડતાં ત્યાં પાર્ક કરેલી અંદાજે 15થી 16 કાર અને ટુ-વ્હીલર વાહનોને ભારે નુકસાન થયું હતું. અનેક વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ દળની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. કાટમાળમાં કોઈ ફસાયું હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. બાદમાં એક યુવકના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી.

પોલીસે તપાસ શરૂ કરી 

પ્રાથમિક તપાસમાં ક્રેન તૂટી પડવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. તકનીકી નિષ્ણાતોની ટીમ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે કે ક્રેનમાં કોઈ તકનીકી ખામી હતી કે સુરક્ષા નિયમોના ભંગના કારણે અકસ્માત સર્જાયો હતો. પ્રશાસને લોકોને ઘટનાસ્થળની આસપાસ ભીડ ન કરવા અને બચાવ કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી છે. હાલ પોલીસ અને સંબંધિત વિભાગો અકસ્માતના કારણોની વિગતવાર તપાસ કરી રહ્યા છે. ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે.

આ પણ વાંચો : Tirupati Temple Record Donation: તિરુપતિ મંદિરમાં માત્ર 24 કલાકમાં આવ્યું 97 કરોડનું રેકોર્ડબ્રેક દાન