android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mumbai : મીરા રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે 13.61 કરોડનો માલ કર્યો જપ્ત, 10 આરોપીની ધરપકડ

calendar_todayMay 11, 2026

Mumbai : મીરા રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે 13.61 કરોડનો માલ કર્યો જપ્ત, 10 આરોપીની ધરપકડ

મુંબઈના મીરા રોડ વિસ્તારમાં વ્યાવસાયિક સ્તરે ચાલી રહેલા મોટા એમડી ડ્રગ્સ રેકેટનો ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-4એ ભાંડો ફોડ્યો છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ 13.61 લાખ રૂપિયાની કિંમતનું 6 કિલો 773 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

છેડા આદર્શ બિલ્ડિંગમાં એક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો

પોલીસના જણાવ્યા મુજબ 4 એપ્રિલ 2026ના રોજ બપોરે લગભગ 3:05 વાગ્યે નયા નગર, મીરા રોડ પૂર્વ વિસ્તારમાં આવેલી છેડા આદર્શ બિલ્ડિંગમાં એક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ફિરદોસ અરબાજ કુરેશી નામની મહિલાના ઘરમાંથી 1 કિલો 324 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજે 2 કરોડ 66 લાખ 17 હજાર 280 રૂપિયા હોવાનું જણાવાયું છે.

10 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા

તપાસ દરમિયાન ખુલ્યું કે આ ડ્રગ્સ ફિરદોસના પતિ અરબાજ વકીલ કુરેશીનું હતું. ત્યારબાદ નયા નગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ 1985ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-4એ મુંબઈ, મીરા રોડ અને ગુજરાતમાં સતત કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક પછી એક કરીને કુલ 10 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અરબાજ કુરેશી, મોઈજ ખાન, અરમાન રાઈન, સુનીલ યાદવ, મોહમ્મદ વસીમ શેખ, ઈરફાન કુડિયા, મોહમ્મદ અરાફત અન્સારી, ખાલદા અન્સારી અને આકાશ યાદવ સહિતના લોકોનો સમાવેશ થાય છે.

પોલીસનું માનવું છે કે આ ગેંગ મોટાપાયે એમડી ડ્રગ્સની ખરીદી અને વેચાણમાં સંડોવાયેલું હતું. હાલમાં પોલીસ ડ્રગ્સ સપ્લાય ચેઈન અને અન્ય રાજ્યો સાથેના નેટવર્કની તપાસ કરી રહી છે. સમગ્ર કાર્યવાહી પોલીસ કમિશનર નિકેત કૌશિકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : West Bengal: મુખ્યમંત્રી Suvendu Adhikariએ IAS Manoj Agarwalને સોંપી મહત્વપૂર્ણ જવાબદારી