android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mumbai : DRIની મોટી કાર્યવાહી, ન્હાવા શેવા બંદર પર 132 કન્ટેનર જપ્ત કરાયા

calendar_todayApril 21, 2026

Mumbai : DRIની મોટી કાર્યવાહી, ન્હાવા શેવા બંદર પર 132 કન્ટેનર જપ્ત કરાયા

મુંબઈમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ન્હાવા શેવા બંદર પર મોટી માત્રામાં દાણચોરીનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 132 કન્ટેનર સીઝ કરવામાં આવ્યા છે, જેમાં અંદાજે 139 કરોડ રૂપિયાની ગેરકાયદેસર સામગ્રી હોવાનો ખુલાસો થયો છે.

DRI અધિકારીઓને શંકા જતા તપાસ કરી

મળતી માહિતી મુજબ આ કન્ટેનરોમાં તરબૂચના બીજ અને લીલા વટાણા જેવા માલને તુવેર દાળ તરીકે ખોટી રીતે દર્શાવીને આયાત કરવામાં આવી રહી હતી. આ રીતે આયાતના નિયમો અને પ્રતિબંધોનો ભંગ કરીને મોટાપાયે ટેક્સ ચોરી અને દાણચોરી કરવામાં આવી રહી હતી. DRI અધિકારીઓને શંકાસ્પદ દસ્તાવેજો અને ઘોષણાઓના આધારે તપાસ શરૂ કરી હતી, જેના પરિણામે સમગ્ર ગેરકાયદેસર ગતિવિધિનો પર્દાફાશ થયો. તપાસમાં જાણવા મળ્યું કે આયાત કરનાર કંપની દ્વારા કસ્ટમ્સને ખોટી માહિતી આપવામાં આવી હતી જેથી માલ સરળતાથી દેશમાં પ્રવેશી શકે.

દાણચોરી પર કડક નજર રાખવામાં આવી રહી છે

આ મામલે સંબંધિત આયાત કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી છે અને તેમને વધુ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ સમગ્ર નેટવર્કમાં અન્ય લોકોની સંડોવણી પણ હોઈ શકે છે, જેના કારણે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારની દાણચોરી પર કડક નજર રાખવામાં આવી રહી છે અને દેશના કસ્ટમ્સ નિયમોના ભંગ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર કેસની તપાસ આગળ ચાલી રહી છે અને વધુ ખુલાસા થવાની શક્યતા છે.

આ પણ વાંચો : Kerala : ફટાકડાની ફેક્ટરીમાં મોટો બ્લાસ્ટ, 5થી વધુ લોકોના મોત, 35થી વધુ લોકો ઘાયલ