android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mumbai : પીએમ મોદીના કાર્યક્રમ પહેલાં મોટો સુરક્ષા ભંગ? PMO અધિકારીના નામે બંદૂક સાથે પહોંચ્યા 2 યુવક

calendar_todaySeptember 8, 2026

Mumbai : પીએમ મોદીના કાર્યક્રમ પહેલાં મોટો સુરક્ષા ભંગ? PMO અધિકારીના નામે બંદૂક સાથે પહોંચ્યા 2 યુવક

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારમાં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાંથી 2 શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. માહિતી મુજબ, એક વ્યક્તિએ પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલય એટલે કે PMOના અધિકારી તરીકે આપી હતી.સુરક્ષા તપાસ દરમિયાન તેની પાસે PMO કાર્યાલયનું ઓળખપત્ર મળ્યું હતું. જોકે, તપાસ કરતાં આ ઓળખપત્ર નકલી હોવાનું સામે આવ્યું હતું.

નકલી ID સાથે આવ્યો અને સાથી પાસે હતી બંદૂક

આ મામલામાં બીજા શંકાસ્પદ વ્યક્તિ પાસે બંદૂક હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ તપાસ મુજબ, PMO અધિકારી હોવાનો દાવો કરનાર વ્યક્તિ સાથે તેનો બોડીગાર્ડ પણ હતો અને તેની પાસે હથિયાર હતું.

ગંભીર સવાલો ઊભા થયા

નકલી ઓળખપત્ર અને હથિયાર સાથે બંને વ્યક્તિઓ ત્યાં શા માટે પહોંચ્યા હતા તે અંગે હવે ગંભીર સવાલો ઊભા થયા છે.

મોદીનો કાર્યક્રમ હતો, ત્યારે જ સુરક્ષા એજન્સીઓ સતર્ક

આ સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પણ પ્રસ્તાવિત હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સના જિયો વર્લ્ડ સેન્ટરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026નું ઉદ્ઘાટન કરવાના છે અને કાર્યક્રમને સંબોધિત કરવાના છે. આ દરમિયાન NMACCમાંથી 2 શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવતા સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે. 

  


24 વર્ષીય યુવકની ઓળખ સામે આવી

પોલીસના જણાવ્યા મુજબ, કસ્ટડીમાં લેવાયેલા વ્યક્તિની ઓળખ 24 વર્ષીય રોહન પારેખ તરીકે થઈ છે. તેણે પોતાને PMOનો અધિકારી ગણાવ્યો હતો.તેની સાથે રહેલો અન્ય વ્યક્તિ તેના બોડીગાર્ડ તરીકે હોવાનું સામે આવ્યું છે અને તેની પાસે બંદૂક હતી.

નકલી ID અને હથિયાર પાછળ શું હતું પ્લાન?

આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બંને વ્યક્તિઓ નકલી PMO ઓળખપત્ર અને હથિયાર સાથે ત્યાં કયા હેતુથી પહોંચ્યા હતા, તેની તપાસ કરવામાં આવી રહી છે.

તપાસમાં વધુ ખુલાસા થઇ શકે

બંને શંકાસ્પદ વ્યક્તિઓને થોડા સમયમાં મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તપાસમાં વધુ શું ખુલાસા થાય છે તેના પર હવે નજર છે.   


આ પણ વાંચો :    Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?