calendar_todayFebruary 4, 2026
Mumbai-Pune એક્સપ્રેસ વે પર 8 કલાક ટ્રાફિકજામમાં ફસાયા ઉદ્યોગપતિ સુધીર મહેતા, હેલિકોપ્ટરથી કરાયા એરલિફ્ટ
મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિકજામ થયો છે. તેની વચ્ચે ઉદ્યોગપતિ અને પિનેકલ ગ્રુપના ચેરમેન ડો.સુધીર મહેતાને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવામાં આવ્યા છે. ડો.સુધીર મહેતા લગભગ 8 કલાક સુધી એક્સપ્રેસ વે પર ટ્રાફિકમાં ફસાઈ ગયા. ત્યારબાદ તેમને સુરક્ષિત પુણે પહોંચવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી.
લાખો લોકો કલાકો સુધી ફસાઈ ગયા
ડોક્ટર સુધીર મહેતા ઈકેએ મોબિલિટી અને પિનેકલ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ પણ છે. એરલિફ્ટ બાદ તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રાફિકજામની હવાઈ તસ્વીર શેયર કરી છે. તેમને જણાવ્યું કે ગેસ ટેન્કરની ઘટના બાદ હાઈ સ્પીડ કોરિડોર પર ટ્રાફિક ખરાબ રીતે પ્રભાવિત થયો છે અને લાખો લોકો કલાકો સુધી ફસાઈ ગયા છે. ડોક્ટર સુધીર મહેતાએ એક્સપ્રેસ વે પર ઈમરજન્સી તૈયારીને લઈને ચિંતા વ્યક્ત કરી છે, સાથે જ તેમને કહ્યું કે આવી પરિસ્થિતિઓ માટે સારી વ્યવસ્થા હોવી જોઈએ. તે સિવાય તેમને સલાહ આપી કે એક્સપ્રેસ વે પર અલગ અલગ સ્થળ પર ઈમરજન્સી એગ્ઝિટ પોઈન્ટ બનાવવામાં આવે, જેથી જરૂર પડવા પર વાહનોને પરત મોકલી શકાય.
એક્સપ્રેસ વેની પાસે ઘણી જગ્યા પર હેલિપેડ બનાવવામાં આવવા જોઈએ
તેમને પ્રસ્તાવ મુક્યો કે એક્સપ્રેસ વેની પાસે ઘણી જગ્યા પર હેલિપેડ બનાવવામાં આવવા જોઈએ. જેનાથી ઈમરજન્સીની સ્થિતિમાં ઝડપથી લોકોને બહાર કાઢી શકાય. ડોક્ટર સુધીર મહેતાના જણાવ્યા મુજબ ઓછા ખર્ચમાં હેલિપેડ બનાવવામાં આવી શકે છે અને તેના માટે ઓછી ખુલ્લી જમીનની જરૂર પડે છે. ઉલ્લેખનીય છે કે આ રૂટ પર વાહનો માટે બે લેન ખોલી દેવામાં આવી છે. ત્યારે અધિકારીઓનું કહેવું છે કે ટ્રાફિક સામાન્ય થવામાં મોડી રાત સુધીનો સમય લાગી શકે છે.
આ પણ વાંચો : Pune-Mumbai એક્સપ્રેસ વે પર 24 કલાકથી લાંબો ટ્રાફિક જામ, હજારો વાહનચાલકો થયા પરેશાન