android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Murder Case: અનિલ કંડીયા હત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, 6 આરોપીઓને સાથે રાખી રવાપર રોડ પર કરાયું રિકન્સ્ટ્રકસન

calendar_todayApril 24, 2026

Murder Case: અનિલ કંડીયા હત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, 6 આરોપીઓને સાથે રાખી રવાપર રોડ પર કરાયું રિકન્સ્ટ્રકસન

મોરબીમાં સનસનાટી મચાવનાર અનિલ કંડીયા હત્યા કેસમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે. આજે મોરબી પોલીસ દ્વારા આ કેસમાં ઝડપાયેલા તમામ 6 આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રકસન કરવામાં આવ્યું હતું. પોલીસ કાફલા સાથે આરોપીઓને જાહેર માર્ગો પર લાવવામાં આવતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

હોથલ ફાયનાન્સ ઓફિસે તપાસનો દોર

પોલીસ તમામ આરોપીઓને મોરબીના વ્યસ્ત એવા રવાપર રોડ પર આવેલી હોથલ ફાયનાન્સ નામની ઓફિસે લાવી હતી. અહીં આરોપીઓએ હત્યા પૂર્વે અને પછી કેવી રીતે હિલચાલ કરી હતી, તે અંગેની કડીઓ મેળવવા માટે રિકન્સ્ટ્રકસન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પોલીસે પુરાવા એકત્ર કરવા માટે ઓફિસ અને આસપાસના વિસ્તારમાં ઝીણવટભરી તપાસ કરી હતી.

21મી તારીખે ટોલનાકા પાસે થઈ હતી હત્યા

ઘટનાની વિગત મુજબ, ગત તારીખ 21મીની રાત્રે અણિયારી ટોલનાકા પાસે આવેલી એક હોટલ પર અનિલ કંડીયા નામના યુવાન પર છરીના આડેધડ ઘા ઝીંકીને તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ અંગત અદાવતમાં થયેલી હત્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેમને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા.

આરોપીઓમાં ફફડાટ અને કડક પોલીસ બંદોબસ્ત

રિકન્સ્ટ્રકસન દરમિયાન રવાપર રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લાવી ત્યારે વાતાવરણ ગરમાયું હતું. આ કાર્યવાહી દ્વારા પોલીસ કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરવા માંગે છે, જેથી આરોપીઓને કડકમાં કડક સજા અપાવી શકાય.


આ પણ વાંચો - Morbi : અણિયારી ટોલનાકા પાસે ગૌસેવકની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, ગણતરીના કલાકોમાં 6 આરોપીઓ જેલ હવાલે