android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Nadiad મનપાની આડેધડ કામગીરીથી જોખમ, 11 KVના જીવંત વાયર પર પાડ્યો થાંભલો

calendar_todayJanuary 6, 2026

Nadiad મનપાની આડેધડ કામગીરીથી જોખમ, 11 KVના જીવંત વાયર પર પાડ્યો થાંભલો

નડિયાદ મહાનગરપાલિકાની બેદરકારીપૂર્ણ અને જોખમી કામગીરી ફરી એકવાર સામે આવી છે. શહેરમાં ચાલી રહેલી આડેધડ કામગીરી દરમિયાન 11 KV ના જીવંત વીજ વાયર પર થાંભલો પડતા મોટી દુર્ઘટના સર્જાય તેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ હતી.

MGVCLને પૂર્વ જાણ કર્યા વિના થાંભલો પાડ્યો

માહિતી મુજબ, MGVCLને પૂર્વ જાણ કર્યા વિના અને તેમની મંજૂરી વગર લાઇનની નજીકનો થાંભલો પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચિંતાજનક બાબત એ છે કે MGVCL દ્વારા સ્પષ્ટ ના પાડી હોવા છતાં પણ મનપા દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.

ઘટના સ્કૂલ છૂટવાના સમયે બની હોવાને કારણે સ્થાનિકોમાં ભારે ભય

આ ઘટના સ્કૂલ છૂટવાના સમયે બની હોવાને કારણે સ્થાનિકોમાં ભારે ભય અને રોષ ફેલાયો હતો. જો કોઈ અનિચ્છનીય ઘટના ઘટી હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી.

મનપાની આડેધડ કામગીરી સામે રોષ

સ્થાનિક નાગરિકોએ મનપાની આડેધડ કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. ઘટનાને લઈ MGVCL અને મનપા તંત્ર વચ્ચે કોઇ જ સંકલન ના હોવાનું જોવા મળ્યું હતું.


આ પણ વાંચો----   Gujarat Latest News Live : રાજ્યની કોર્ટને RDXથી ઉડાવવાની ધમકી, ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી