android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Nadiad: વડતાલમાં સમૈયો-200મી શિક્ષાપત્રી જયંતીનો પ્રારંભ

calendar_todayJanuary 21, 2026

Nadiad: વડતાલમાં સમૈયો-200મી શિક્ષાપત્રી જયંતીનો પ્રારંભ

 સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બુધવારથી વસંતપંચમી સમૈયો તથા 200મી શિક્ષાપત્રી જયંતી મહોત્સવનો પ્રારંભ થયો છે.

આ ત્રિ દિવસીય મહોત્સવ અંતર્ગત બુધવારે સવારે ગોમતી કિનારેથી શિક્ષાપત્રીની પોથીયાત્રા વાજતે ગાજતે મંદિરના સભામંડપમાં પહોચી હતી. મહોત્સવના વકતા મંદિરના ચેરમેન સંતવલ્લભ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમપ્રકાશદાસજી સ્વામી અને નારાયણચરણદાસજી સ્વામીએ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યું હતું.

કથાના પ્રથમ દિવસે વકતા ડો. સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણે વડતાલ મંદિરના પટાંગણમાં આવેલ શ્રીહરિમંડપમાં સ્વહસ્તે શિક્ષાપત્રીનું લેખન કર્યું હતું. ભગવાન શ્રીહરિના વાંગમ્ય સ્વરૂપ એટલે શિક્ષાપત્રીનું જે કોઇ સત્સંગી પાલન કરશે તે આલોક અને પરલોકમાં મહાસુખિયા થશે. શ્રીહરિ કહેલ કે જેકોઇ આ શિક્ષાપત્રીનું પાલન કરશે તે અમારા છે.તેમ અમો જાણીશું. જયારે કોઇ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરશે તે અમારા સંપ્રદાય થકી બહાર છે. 212 શ્લોક વાળી શિક્ષાપત્રીનું અંગ્રેજ અધિકારી ડનલોપ શ્રીજીમહારાજના બે વર્તમાન પાળતાં હતા. 1 જેમાં કોઇ ચોરી કરે તેને પકડી શિક્ષા કતાં તથા જે કોઇ વ્યકિત હિંસા કરે તો પ્રતિષ્ઠિત મનુષ્ય હોય કે પછી ધનવાન હોય રણ મહોબ્બત રાખ્યા વિના શિક્ષા કરતાં હતાં આ પ્રસંગે નૌતમ સ્વામી વિશ્વવલ્લભ સ્વામી, શુકદેવ સ્વામી સહિત સંતો તથા મહોત્સવના યજમાન ઘનશ્યામભાઇ અંબાલાલ પટેલ (પીજ) તેમના પુત્ર અક્ષર સહિત પરિવારના સભ્યો , મંદિરના ટ્રસ્ટીઓ તથા મોટી સંખ્યામાં સત્સંગી ભાઇઓ , બહેનો ઉપસ્થિત રહ્યા હતા.આ સમૈયાની પૂર્ણાહુતિ તા. 23 મીનારોજ યોજાશે. મંદિરમાં યોજાઇ રહેલી કથાનો સમય સવારે 8 થી 12 અને સાંજે 3 થી 6 કલાક દરમિયાન યોજાશે. આ ઉત્સવને લઇને વ્યાખ્યાન માળામાં નારાયણચરણ સ્વામીએ એકાદશી મહિમા વિશે કથાનું રસપાન કરાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો