android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Nadiad: ખેડા જિલ્લામાં બે સ્થળેથી 40 લાખનો વિદેશી દારૂ પકડાયો

calendar_todayJanuary 12, 2026

Nadiad: ખેડા જિલ્લામાં બે સ્થળેથી 40 લાખનો વિદેશી દારૂ પકડાયો

ઉત્તરાયણ પહેલાં ખેડા જિલ્લાના મહારાજના મુવાડા અને નડિયાદ-મહુધા રોડ પરથી પોલીસને વિદેશી દારુનો મોટો જથ્થો હાથ લાગ્યો છે. આ સાથે પોલીસે ઝડપાયેલ 40 લાખનો વિદેશી દારુ અને અન્ય મુદ્દામાલ કબજે લઈ ફરાર ઈસમોને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદ-ઈન્દોર હાઈવેથી પસાર થનાર એન.એલ.પાર્સિંગની એક કન્ટેનરમાં વિદેશી દારુ હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમી આધારે પોલીસે મહારાજના મુવાડા ચેક પોસ્ટ પર વોચ ગોઠવી ચેકીંગ હાથ ધરતાં બાતમીવાળું કન્ટેનર આવતા રોકી લીધું હતું. કન્ટેનરમાં તપાસ કરતાં 6041 બોટલ વિદેશી દારુ હાથ લાગ્યું હતું. પોલીસે કન્ટેનરમાં સવાર બંને ઈસમો જગમોહનલાલ રતનલાલ ચમાર (રહે.ઢાણા, હરિયાણા) અને ક્લીનર રાજુ રામફલ ચમાર (રહે.લાડનપુર, હરિયાણા)નીઅટક કરી હતી. બંનેની પુછતાછ કરતાં ગત તા.8 જાન્યુઆરી 2026ના રોજ ગામના સંદિપ ચમાર અને ઢીલા નામના ઈસમે ગુડગાંવથી કન્ટેનરમાં એર ફિલ્ટર ભરાવ્યા હતા. બાદ સાંજના સુમારે કન્ટેનર સોંપતા અહીથી અમદાવાદ જઈ, લોકેશન મોકલુ તે જગ્યાએ ગાડી લેવા એક ઈસમ આવશે તેને આપી દેવાની થોડીવારમાં ગાડી પરત આપી જશે, બાદમાં બિલ્ટી મુજબનો સામાન કાંચીપુરમ પહોંચાડી દેવાનું તેમ જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો